'બુઢ્ઢા મર ગયા' - વ્યંગ્યાત્મક ફિલ્મ

IFM
નિર્માતા - રાહુલ રવૈલ : સુનીલ લુલ્લ
નિર્દેશક - રાહુલ રવે
સંગીત - બપ્પી લહેર
કલાકાર - પરેશ રાવલ, અનુપમ ખેર, ઓમપુરી, રાખી સાવંત, રણવીર શોરી, મુકેશ તિવારી

પૈસા પાછળ ભાગનારા માણસની લાલસાનો કદી અંત નથી આવતો. હજારો રૂપિયા હોવા છતાં તેનું પેટ નથી ભરાતું. 'બુઢ્ઢા મર ગયા' ફિલ્મમાં એ જ બતાવાયું છે પણ વ્યંગ્યાત્મક રુપે.

લક્ષ્મીકાંત કબાડિયા નામ લાંબુ છે તેથી બધા તેમને એલ. કે. કહે છે. તેઓની ગણતરી ભારતના અમીર લોકોમાં થાય છે. એલ.કે. પોતાની જાત-મહેનતથી આજે આ મુકામ પર પહોચ્યાં છે. ભંગારના ધંધાથી આટલી ઉંચાઈ પર પહોંચવું એ દરેક ના ગજાંની વાત નથી. તેઓ બજારમાંથી પોતાની કંપનીના માટે પાંચ હજાર કરોડ ભેગા કરવાના છે અને તેમનો આઈ પી.ઓ. આવવાનો છે.

હવે વાત કરીએ એલ.કે. ના પરીવારની. કુંવારી બહેન સિવાય એલ.કે.ના બે છોકરા છે રંજીત અને સમીર. બે વહુઓ છે શ્રુતિ અને અંજૂ. સંજના અને નમ્રતા રંજીતની બે છોકરીઓ છે. જ્યારે કે સમીરને એક છોકરો છે જેનું નામ પવન છે. આ બધા પૈસાના ભૂખ્યા છે.

પણ કુદરતને બીજુ કશું મંજૂર હતુ. આઈપીઓ ખુલવાની એક રાત પહેલાં જ એલ.કે નું મૃત્યુ થઈ જાય છે. એલ. કે. નો પરીવાર ગભરાઈ જાય છે.
IFM
તેમને એ વાતનું દુ:ખ નથી હોતું કે તેમના વ્હાલા એલ.કે. ઈશ્વરને વ્હાલા થઈ ગયા છે, પણ તેમને એ વાતનું દુ:ખ થાય છે કે એમના શેરમાં હવે કોઈ રોકાણ નહી કરે.

આવામાં વિદ્યુતબાબા આ પરિવારને એક યુક્તિ બતાવે છે. તેઓ કહે છે કે બે દિવસ સુધી એલ.કે. ના મૃત્યુની વાત ઘરની બહાર ન જવા દેતાં. બે દિવસ પછી જ્યારે લોકો તેમના શેરમાં પૈસા લગાવી દે, ત્યાર પછી એલ.કે. ના મૃત્યુના સમાચાર બહાર પાડજો. વિદ્યુતબાબાની વાતોમાં બધાને યોગ્ય લાગે છે.

હવે એલ.કે. જેવી મોટી વ્યક્તિના મોતના સમાચાર છુપાવવા એ કોઈ નાની વાત તો નથી, પણ તેઓ સફળ થઈ જાય છે. પાછળથી જ્યારે તેઓ મોતનું રહસ્ય ખોલે છે ત્યારે પરીસ્થિતિયો એવી થઈ જાય છે કે તેમંને થોડા દિવસ સુધી પોતાનું મોઢુ બંધ રાખવું પડે છે. તેઓ એલ.કે.ના એક ખોટા મિત્રના મોતના સમાચાર જાહેર કરે છે. આ બહાને એલ.કે. ના અંતિમ સંસ્કાર કરી નાખે છે.

IFMIFM
ધીરે-ધીરે કેટલાક પત્રકારો, ઘરના લાલચી નોકર, લાશ હાજર કરનાર વ્યક્તિ આ રહસ્ય જાણી જાય છે. પરિવારમાં પણ આ વાતને લઈને ઝઘડો થવા માંડે છે. આ બધી ઉઠાપટકને નિર્દેશક રાહુલ રવેલે કેવા રસપ્રદ અંદાજમાં પ્રસ્તુત કરી છે, તે બુઢ્ઢા મર ગયા' જોઈને ખબર પડશે.