ફિરાક

IFM
બેનર : પરસેપ્ટ પિક્ચર કંપની
નિર્દેશક : નંદિતા દાસ
સંગીત : રજત ઢોલકિયા અને પીયૂષ કનૌજિયા
કલાકાર : નસીરુદ્દીન શાહ, પરેશ રાવલ, રધુવીર યાદવ, દીપ્તિ નવલ સંજય સૂરી, શહાના ગોસ્વામી ટિસ્કા ચોપડા.

'ફિરાક' ફિલ્મ દ્વારા અભિનેત્રી નંદિતા દાસે નિર્દેશિતના મેદાનમાં પગલુ ભર્યુ છે. ભારતમાં આ ફિલ્મ પ્રદર્શિત નથી થઈ, પરંતુ ટોરંટો ઈંટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, લંડન ફિલ્મ ફેસ્ટિવલ જેવી ઘણી આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારંભમાં આ ફિલ્મ પ્રશંસા પામી ચૂકી છે.

ફિલ્મની વાર્તામાં 24 કલાકનો સમય બતાવવામાં આવ્યો છે આ 24 કલાક ઈસ 2002માં થયેલા ગુજરાતના કોમી હુલ્લડોમાં એક મહિના પછીના છે. આ સાંપ્રદાયિક હિંસામાં 3000થી પણ વધુ મુસલમાનો માર્યા ગયા હતા. હજારોની સંખ્યામાં લોકો બેઘર થઈ ગયા હતા. ઘણી મહિલાઓ સાથે બળાત્કાર થયો હતો. 'ફિરાક'માં આ સત્ય ઘટનાઓને થોડુ કલ્પનાનુ રૂપ આપીને બતાવવામાં આવી છે.

IFM
ફિલ્મમા સામાન્ય માણસની એ ઘટનાઓ પછીની ભાવનાઓને ટટોલવાની કોશિશ કરી છે. કેટલાક લોકો આ હિસાના શિકાર હતા, કેટલાક ગુસ્સો ભરીને બેઠા હતા તો કેટલાકે ચુપ્પી સાધી લીધી હતી. 'ફિરાક'માં ઘણા લોકોની વાર્તા છે જે પરસ્પર જોડાયેલી છે પણ અને નથી પણ.

એક મધ્યમવર્ગીય સ્ત્રીએ હિંસાના શિકાર થઈ રહેલ વ્યક્તિને જોઈને પોતાના ઘરના દરવાજા બંધ કરી લીધા હતા, જેને માટે તે ઘણી શરમ અનુભવે છે. બે મિત્રોના મૈત્રીની પરીક્ષા શંકા અને ભયના વાતાવરણમાં થાય છે.


IFM
યુવાઓનો એક સમૂહ જે હિસાનો ભોગ બન્યો છે. અસહાય અને ગુસ્સાથી ભરેલ તેઓ બદલો લેવા માટે ઉતારુ છે. એક હિન્દુ મુસ્લિમ કપલ છે જે પોતાની ઓળખ છુપાવવાના અને બતાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. એક પુત્ર રમખાણોમાં પોતાના પરિવારને ખોઈ બેસ્યો છે અને પોતાના ગુમ પિતાની શોધમાં છે.

જુદા જુદા પાત્રો દ્વારા તેમની આંતરિક અને બાહ્ય જીંદગી પર હિંસાની શુ અસર થઈ છે, એ ફિલ્મમાં ટટોલવાની કોશિશ કરવામાં આવી છે. હિંસાનો કોઈ ધર્મ નથી હોતો અને તેને અસર બધા પર થાય છે. આ દહેશત ભરેલ વાતાવરણમાં પણ કેટલાક લોકો સારા સમય માટે આશા ભરેલ ગીત ગાવા માંગે છે.

IFM
શુ કહે છે નંદિતા દાસ

'ફિરાક' માં સાંપ્રદાયિક હિંસાના એક મહિના પછીની પરિસ્થિતિને બતાવવામાં આવી છે, તેથી ફિલ્મમાં હિંસા નથી. મેં આ ભયાનક હિંસા પછી મનુષ્યની સમસ્યા, સંબંધો પર અસર અને માનસિક સ્થિતિને બતાવવાની કોશિશ કરી છે.