નવી ફિલ્મ : હાઉસફુલ 2

બેનર : નડિયાદવાલા ગ્રેંડસન ઈંટરનેશનલ, ઈરોજ ઈંટરનેશનલ, સાજિદ નડિયાદવાલા, પ્રોડક્શન યૂકે
નિર્માતા - સાજીદ નડિયાદવાલ
નિર્દેશક - સાજીદ ખાન
સંગીત - સાજીદ-વાજીદ
કલાકાર : અક્ષય કુમાર, અસિન, જોન અબ્રાહમ, જૈકલીન ફર્નાંડિસ, રિતેશ દેશમુખ, જરીન ખાન, શ્રેયસ તલપદે, શાજાન પદ્મસી, ઋષિ કપૂર, રણધીર કપૂર, મિથુન ચક્રવર્તી, બોમન ઈરાની, જોની લીવર, ચંકી પાંડે, મલાઈકા અરોરા ખાન.

રજૂઆત તારીખ - 5 એપ્રિલ 2012
P.R

હાઉસફુલની સીકવલ હાઉસફુલ 2 હાજર છે, નવી સ્ટોરી છે, નવા પાત્ર, અને કેટલાક નવા કલાકારોની સાથે ડઝન ઉપરાંત કલાકાર છે, જેમની આજુબાજુ વાર્તા ચાલે છે. મોજ-મસ્તી, હસવું-હસાવવું અને થોડુ નાટક આ ફિલ્મની ખાસિયત છે. આ ફિલ્મને બનાવનારાઓનો દાવો છે કે દરેક રીતે આ હાઉસફુલથી મોટી છે. તેથી દર્શકોની અપેક્ષાઓ પણ આ ફિલ્મ સાથે વધુ રહેશે.

IFM

હાઉસફુલ 2 વાર્તા છે ચાર પુત્રીઓ, તેમના ચાર પિતાઓ અને તેમના થનારા ચાર જમાઈઓની. પિતા ઈચ્છે છે કે તેમની પુત્રીઓના લગ્ન ખૂબ જ ધનવાન યુવકો સાહે થાય જેથી તેમની પુત્રીઓને કોઈ મુશ્કેલી ન પડે. છોકરીઓ વિચારે છે કે તેઓ જેમની સાથે લગ્ન કરી રહી છે તેઓ ખૂબ શ્રીમંત છે અને જમાઈઓ વિચારી રહ્યા છે કે તેઓ ખૂબ શ્રીમંત છોકરી સાથે લગ્ન કરી રહ્યા છે.

દરેક પાત્ર બેઈમાન પણ મનોરંજક છે. ખાસ વાત તો એ છે કે તેમનામાંથી કોઈપણ એકબીજાને સહન નથી કરી શકતા. છતા પણ તેઓ એક જ છત નીચે રહે છે. વિચારો કેવો હંગામો થતો હશે એ હાઉસમાં જે મનોરંજક પાત્રોથી ફુલ છે.
P.R

નિર્દેશક વિશે - સાજીદ ખાન એ સામાન્ય માણસો માટે ફિલ્મ બનાવે છે, જે પોતાના દુ:ખને ભૂલવા ટોકિઝમાં આવે છે. તે ત્રણ કલાક માટે હસવા માંગે છે અને આ દુનિયાને ભૂલી જવા માંગે છે. સાજીદની ફિલ્મ હલ્કી ફુલ્કી હોય છે. 'હૈ બેબી'(2007) અને હાઉસફુલ(2010) તેઓ બનાવી ચૂક્યા છે. જે બોક્સ ઓફિસ પર સફળ રહી છે. સાજીદે દાવો નથી કર્યો કે તેઓ મહાન ફિલ્મો બનાવે છે. તેઓ એટલુ જરૂર કહે છે કે તેઓ ફિલ્મ સમીક્ષકો માટે ફિલ્મો નથી બનાવતા.

વેબદુનિયા પર વાંચો