રેસ(2008)પોતાના સ્ટાલિશ લુક, જોરદાર એક્શન અને કાંચીડાની જેમ રંગ બદલતા પાત્રોને કારણે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. પાંચ વર્ષ પછી તેની સીકવલ રેસ 2 નામથી રજૂ થવા જઈ રહી છે. જો કે આ એક થ્રિલર અને સસપેંસ ફિલ્મ છે. તેથી તેના નિર્માત્રા વાર્તા વિશે વધુ બતાવવા માટે તૈયાર નથી.
P.R
યૂરોપના સુંદર લોકેશંસ ગેમ્બલિંગ અને કેસિનોની પૃષ્ઠભૂમિમાં રેસ 2ની વાર્તાને આગળ વધારવામાં આવી છે. આ વખતે પણ હાઈ ઓક્ટેન એક્શન અને ક્ષણ ક્ષણ આવતા ઉતાર-ચઢાવ જોવા મળે છે.
P.R
P.R
રેસમાં બતાડવામાં આવેલ બિપાશા બાસુ, અક્ષય ખન્ના, કેટરીના કેફ અને સમીરા રેડ્ડી આ વખતે જોવા નહી મળે. જોન અબ્રાહમ, દીપિકા પાદુકોણ, જૈકલીન ફર્નાંડિસ અને અમીષા પટેલને રેસ 2માં લેવામાં આવ્યા છે.
P.R
P.R
પોતાની પ્રેમિકા અને ક્રાઈમમાં પાર્ટનર સોનિયાની મોતથી રણબીર દુ:ખી છે. રેસ 2માં રણવીરના વ્યક્તિત્વના ઘણા રંગ આપણને જોવા મળશે. તે સોનિયાના હત્યારા સાથે બદલો લેવા માંગે છે. આરડી પોતાની નવી સહાયક ચેરી સાથે રણવીરની મદદ કરે છે.
P.R
P.R
સોનિયાના હત્યારાને શોધતા રણબીરની મુલાકાત અરમાન મલિક, તેની મંગેતર, ઓમિષા અને એલિના સાથે થાય છે. વિદેશમાં અરમાન ઈંડિયન માફિયાનો એક ચેહરો છે. ચાલાકીની સાથે તે અને તેની પાર્ટનર એલીના પોતાના અપરાધને અંજામ આપે છે.
P.R
P.R
હત્યારાને શોધવામાં અરમાનની મદદ રણવીર લે છે અને તેનો સામનો એક એવી દુનિયા સાથે થાય છે જ્યા ડગ ડગ પર દગો છે. વફાદારી ક્ષણ ક્ષણ બદલાય છે અને પ્રેમ ફક્ત એક શબ્દ છે.