જ્યારે તેઓ લગભગ 12 વર્ષની વયના હતા ત્યારે તેમણે પોતાની જીંદગી બચાવવા પહેલીવાર ભાગવુ પડ્યુ હતુ. ત્યારે તેમણે દુનિયાએ 'રિફ્યૂજી' કહ્યુ હતુ. વાત 1971ની છે, જ્યારે યુદ્ધને કારણે એક નવો દેશ 'બંગલા દેશ'નો જન્મ થયો. આ સમયની આસપાસ બાલા (અર્જુન કપૂર) અને વિક્રમ (રણવીર સિંહ)નો જન્મ થયો હતો. તેમણે યુદ્ધ અને તેના પરિણામોને ખૂબ જ નિકટથી જોયા હતા. તેમણે કાયમ પોતાની જાતને બચાવવા લડવુ પડે છે. દોડતા-ભાગતા તેઓ કલકત્તા આવી પહોંચે છે. દુનિયાને સમજતા પહેલા તેઓ એકબીજાને સારી રીતે સમજી જાય છે અને ટૂંક સમયમાં જ તેઓ પાકા મિત્રો બની જાય છે.
P.R
વિક્રમ પાસે તેજ દિમાગ છે અને બંનેમાં તે મોટો છે. ગેરકાયદેસર ધંધાની ઝીણવટો તે ખૂબ સારી રીત જાણે છે. જેને તે પ્રેમ કરે છે તેને માટે તે કંઈપણ કરવા તૈયાર રહે છે.
P.R
જો વિક્રમ બરફ છે તો બાલા આગ છે. વાત વાતમાં ગુસ્સે થઈ જાય છે. શરીરથી ખૂબ જ મજબૂત એવો બાલા ખૂબ વફાદાર પણ છે. મોઢાથી વધુ તેના હાથપગ ચાલે છે.
P.R
વિક્રમ અને બાલાને જ્યારે લાગે છે કે તેમનો સારો સમય આવી ગયો છે, ત્યારે તે કોઈને કોઈ એવી ઘટના બનતી જાય છે તેઓ પરત પાછળ ધકેલાઈ જાય છે. પણ તેમનુ એકસાથે રહેવુ એ જ તેમની સૌથી મોટી તાક છે. તેઓ જ્યારે સાથે હોય છે ત્યારે તેમને રોકવા મુશ્કેલ હોય છે.
P.R
ઘણા વર્ષો પસાર થાય છે. વિક્રમ અને બાલા કલકત્તાના દબંગ, કુખ્યાત અને ઉદ્યમી ગુંડા બની જાય છે. તેમની પાસે બધુ જ છે અને ત્યારે જ એંટ્રી થાય છે કૈબરે ડાંસર નંદિતા (પ્રિયંકા ચોપડા)ની.
P.R
વિક્રમ અને બાલાની જેમ નંદિતાનુ નામ પણ કલકત્તામાં જાણીતુ છે. દિવસમાં કલકત્તા ગર્લ લાગતી નંદિતા સાંજ પડતા જ કૈબરે ડાંસર તરીકે ધમાલ મચાવે છે. એ નાઈટ ક્લબ કલકત્તાની તે સૌથી સુંદર ડાંસર છે. તેની સુંદરતાનો જાદૂ બાલા અને વિક્રમ પણ પણ ચાલે છે અને તેઓ તેની તરફ આકર્ષાય છે.
P.R
નંદિતાના આવવાથી વિક્રમની સુની જીંદગીમાં વસંત આવી જાય છે. તે ખુશ દેખાય છે. પણ તેને આવનાર તોફાનનો એહસાસ નથી.
P.R
એસીપી સત્યજીત સરકારની એટ્રી થાય છે. તેને ખોટાને સીધો કરતા આવડે છે. કાયદો તોડનારાઓને કાયદાનો સબક શીખવાડવો તે સારી રીતે જાણે છે. મોટા મોટા ગુંડાઓને પોતે જ બનાવેલા નિયમો દ્વારા અનેકવાર કાયદાનો પાઠ શીખવ્યો છે. મગજ તેનુ ખૂબ દોડે છે અને પરિસ્થિતિને માપતા તેને સારી રીતે આવડે છે.
P.R
ત્યારબાદ શરૂ થાય છે એક સનસનીખેજ, રોમાચંક અને ડ્રામેટિક સ્ટોરી જે આ ચારેયની આસપાસ ફરે છે.