નવી ફિલ્મ : કોકટેલની સ્ટોરી

બેનર : ઈરોઝ ઈંટરનેશનલ, ડબલ્યૂમિનાતી ફિલ્મ્સ
નિર્માતા : દિનેશ વિઝાન, સેફ અલી ખાન, સુનીલ એ લુલ્લા, એંડ્ર્યૂ હેફેરનન
નિર્દેશક : હોમે અદજાનિયા
સંગીત : પ્રીતમ ચક્રવર્તી
કલાકાર : સેફ અલી ખાન, દીપિકા પાદુકોણ, ડાયના પેંટી, ડિમ્પલ કાપડિયા
રજૂઆત તારીખ ; 13 જુલાઈ 2012
P.R

કોકટેલમાં પ્રેમને કોકટેલ મોજ-મસ્તી અને હલ્કા ફુલ્કા અંદાજમાં બતાડવામાં આવ્યો છે. ગૌતમ ખન્ના (સેફ અલી ખાન) વેરોનિકા ડિકોસ્ટા(દીપિકા પાદુકોણ) અને મીરા ગુપ્તા(ડાયન પેંટી) ફિલ્મના મુખ્ય પાત્ર છે.

ભારતમાં રહેનારા ગૌતમની ઈચ્છા ત્યારે પૂરી થઈ જાય છે જ્યારે તેને લંડનમાં જોબ મળી જાય છે. ત્યારે તેની મમ્મી નીતા (ડિમ્પલ કાપડિયા) એક મુસીબત ઉભી કરી દે છે. નીતાની શરત છે કે લંડન જતા પહેલા ગૌતમ પોતાના લગ્ન ફાઈનલ કરે.

P.R

ગૌતમ આ કામ માટે થોડા દિવસ ભારતમાં જ રોકાય જાય છે. આ દરમિયાન મીરામાં નીતાને પરફેક્ટ વહુના બધા ગુણ દેખાય છે. તે મીરાને ગૌતમ માટે પસંદ કરી લે છે, પરંતુ આ વાત તે ગૌતમને નથી જણાવતી અને મીરાના માતા-પિતાને પણ કહી દે છે કે તેઓ આ વિશે મીરાને ન બતાવે.

મીરાને પોતાની કંપની તરફથી એક અસાઈમેંટ પુરૂ કરવા માટે ત્રણ દિવસ લંડન જવાનું છે. જ્યારે આ વાત નીતાને ખબર પડે છે તો તે એક પ્લાન બનાવે છે. તે ગૌતમને લંડજ જવાની પરમિશન આપી દે છે. સાથે જ મીરાને પોતાના મિત્રની પુત્રી બતાવીને તે મીરાને પણ પોતાની સાથે લઈ જવાનું ગૌતમને જણાવે છે.

P.R

ફ્લાઈટમાં જ મીરા અને ગૌતમ વચ્ચે સારી મૈત્રી થઈ જાય છે. લંડન પહોંચીને મીરા એસાઈંટમેંટ પુરૂ કરવામાં લાગી જાય છે. પરંતુ સમય પર કામ પુરૂ નથી કરી શકતી. પરિણામ સ્વરૂપે તેને નોકરી ગુમાવવી પડે છે. તેનો મૂડ ખરાબ થઈ જાય છે. તેની આ હાલત જોઈને ગૌતમ તેને એક પાર્ટીમાં લઈ જાય છે જ્યા તેમની મુલાકાત વેરોનિકા ડિકોસ્ટા(દીપિકા પાદુકોણ) સાથે થાય છે. વેરોનિકા એક બિંદાસ છોકરી છે અન જે ઈચ્છે છે તે કરે છે.

P.R

વેરોનિકા, ગૌતમ અને મીરા વચ્ચે સારી દોસ્તી બંધાય જાય છે. વેરોનિકાની સુંદરતા અને તેની અદાઓ પર ગૌતમ ફીદા થઈ જાય છે, પરંતુ તેને એ ખબર નથી કે વેરોનિકા તો જર્મીને પ્રેમ કરે છે. મામલો પેચીદો ત્યારે થઈ જાય છે, જ્યારે મીરા પણ ચોરી-ચોરી ગૌતમને ચાહવા માંડે છે. બીજી બાજુ વેરોનિકાના મિજાજને કારણે જર્મીના દિલમાં વૈરોનિકા પ્રત્યે હવે પ્રેમ રહ્યો નથી તે મીરાને ચાહવા માંડે છે.

P.R

સિચુએશન એ બને છે કે ગૌતમ ચાહે છે વૈરોનિકાને, વૈરોનિકા પ્રેમ કરે છે જર્મીને, જર્મી પ્રેમ કરે છે મીરાને અને મીરા પ્રેમ કરે છે ગૌતમને, મતલબ ફુલ સર્કલ. હવે કોણ કોણે મળશે, એ જાણવા માટે જોવી પડશે 'કોકટેલ'.

વેબદુનિયા પર વાંચો