વિષ્ણુ(પ્રભુદેવા)ની ગણતરી ભારતના શ્રેષ્ઠ ડાંસર્સમાં થાય છે. ડાંસ તેને માટે જીંદગી છે. વિષ્ણુનો ધોખેબાજ બિઝનેસ પાર્ટનર તેને ડાંસ એકેડમીમાંથી બહાર કરી દે છે. વિષ્ણુને આ ડાંસ એકેડમી જાતે બનાવી હતી, તેથી તેને ઉંડો આઘાત લાગે છે.
P.R
વિષ્ણુ ડાંસ અને મુંબઈને કાયમ માટે છોડવાનો નિર્ણય કરી લે છે. મુંબઈ છોડવાની એક રાત પહેલા તેને ડાંસર્સનુ એક ગ્રુપ ગણપતિ ડાંસ બૈટલની તૈયારી કરતુ દેખાય છે. આ હરીફાઈમાં મુંબઈના ટોચના ડાંસ ગ્રુપ્સ એકબીજાની હરીફાઈ કરે છે. વિષ્ણુને આ છોકરાઓમાં દમ જોવા મળે છે અને તે તેમને ડાંસ પ્રશિક્ષણ આપવાનું નક્કી કરી લે છે.
P.R
વિષ્ણુ એ યુવકોની વચ્ચેની પરસ્પર દુશ્મની ખતમ કરે છે અને તેમની અંદર જીતવાનો જોશ પેદા કરાવીને તેમને ભારતનું સર્વશ્રેષ્ઠ ડાંસ ગ્રુપ બનાવે છે.
એબીસીડી - એની બડી કેન ડાંસ એક ડાંસ ફિલ્મ છે, જે એક વાર ફરે એ વાત સાબિત કરે છે કે જો તમારામાં સપના જોવાની હિમંત છે તો તમારે માટે કશુ જ અશક્ય નથી.