એક થા ટાઈગર આ વર્ષની સૌથી મોટી ફિલ્મ કહી શકાય છે, જેની રાહ સલમાન ખાનના ફેંસ આતુરતાથી જોઈ રહ્યા છે. બોલીવુડમાં એવુ માનવામાં આવે છે કે આ ફિલ્મ આવકના રૂપમાં નવા કીર્તિમાન સ્થાપિત કરશે. આ રોમાંટિક થ્રિલરમાં સલમાન એક સીક્રેટ એંજટના રૂપમાં જોવા મળશે અને તેની પ્રેમિકાના રોલમાં છે કેટરીના કેફ.
P.R
સીક્રેટ એજંટને કોડ નેમ ટાઈગર(સલમાન ખાન) આપવામાં આવ્યુ છે. તેનુ કામ છે ટ્રિનીટી કોલેજના વૈજ્ઞાનિક વિશે માહિતી એકત્ર કરવાની,તેની દરેક ગતિવિધિઓ પર ધ્યાન આપવાનું, ટાઈગરને આ કામ ભારતીય સરકારે સોંપ્યુ છે, કારણ કે એ વૈજ્ઞાનિક પર શક છે કે તે મિસાઈલ તકનીકથી સંબંધિત માહિતીઓ પાકિસ્તાનને વેચવાની તાકમાં છે.
P.R
જોયા (કેટરીના કેફ) એ વૈજ્ઞાનિકની કેયર ટેકર છે જેના પર આપણા સીક્રેટ એજંટનુ દિલ આવી જાય છે. આ એજંટ પોતાના મિશન અને પ્રેમને કેવી રીતે એકસાથે સાચવે છે એ આ ફિલ્મમાં બતાવવામાં આવ્યુ છે. તેની આ યાત્રા ડબલિન, ઈસ્તાબુલ, કજાકિસ્તાન, ચિલી સહિત ઘણા દેશોમાં થાય છે.