જેવું કે નામ વાંચીને જ ખબર પડે છે કે 'દસ કહાનિયાઁ' માં આપણને દસ વાર્તાઓ જોવા મળશે. જેને 12 જુદા-જુદા લેખકોએ લખી છે. 6 નિર્દેશકોએ નિર્દેશિત કરી છે. અને 25 કલાકારોએ એમાં અભિનય કર્યો છે.
એક ચુસ્ત હિન્દુ મહિલાની રાઈસ પ્લેટ પર જો એક મુસલમાન પોતાનો હક બતાવે તો તે શુ કરશે. તે પોતાની ભૂખને પ્રાથમિકતા આપશે કે પોતાના વિશ્વાસને. 'રાઈસ પ્લેટ'માં આ ક્ષણોને ખૂબ સુંદરતા પૂર્વક રજૂ કરવામાં આવશે.
સમુદ્ર કિનારે ડિનોને એક ફાટેલી જૂની ચોપડી મળે છે. અચાનક તે ચોપડીનું એક સુંદર સ્ત્રીના રૂપમાં પરિવર્તન થઈ જાય છે. બંને શાનદાર સમાય વિતાવે છે. અચાનક બધુ બદલાય જાય છે. તે રહસ્યમય સ્ત્રી કોણ હતી ? શું દરેક સપનાંની કોઈ કીમંત હોય છે ?
અનુયાની મુલાકાત ટ્રેનમાં બેસેલી એક ઘરડી સ્ત્રી સાથે થાય છે. તે કાનમાં ફક્ત એક કડી પહેરેલ છે. અનુયાને લાગે છે કે આ મુલાકાત તેની જીંદગી બદલી શકે છે. શુ તમે ભાગ્ય પર વિશ્વાસ કરો છો ? શુ એક પળ જીંદગી બદલી શકે છે ?
મળો મિસ્ટર અને મિસીસ સરીનને. આ દંપતી આનંદથી જીંદગી જીવી રહ્યા છે. સમર્પિત પત્ની દરેક ગુરૂવારે પોતાની આંટીને મળવા જાય છે કે પછી? શું પ્રેમમાં આપણે ફક્ત મૂર્ખ જ બનીએ છીએ ?
પોતાના પતિ સાથે ઝગડ્યા પછી બસમાં બેસેલી અનીતા એક રહસ્યમય વ્યક્તિ પાસે બેસે છે. તેના હાથમાં લાલ રંગના 14 ફુગ્ગા છે. આ માણસનું અતીત સામે આવે છે. અને અનીતાને જીંદગીનો સૌથી મહત્વપૂર્ણ સબક મળે છે. તે ફુગ્ગાઓનું શું રહસ્ય છે ? આ એક એવી વાર્તા છે જે હંમેશા આપણા દિલમાં રહેશે.
આ એક એવી માઁની વાર્તા છે જે પોતાની છોકરીને ખૂબ જ ચાહે છે. પુત્રીના મેરેજ થવાના છે અને તે એને ખુશ કરવા માટે બધુ કરવા તૈયાર છે, પણ શુ આવું થઈ શકે છે ? એક માઁના નિ:સ્વાર્થ પ્રેમની આ વાર્તા લાગણીપ્રધાન છે.
પોતાના લગ્નની વર્ષગાંઠ પર તેઓ એકબીજાને પોતાનું એક રહસ્ય બતાવે છે. આ વર્ષે પત્નીનો વારો છે. તેઓ રેલવે સ્ટેશનના વેટિંગ રૂમમાં એક અપરિચિત સાથે થયેલી મુલાકાતના વિશે બતાવે છે. શુ પતિ-પત્નીને એક બીજા રહસ્ય વહેંચવા જોઈએ ? શુ સત્યને છુપાવી રાખવું જોઈએ ? રહસ્ય સાથે જીવવું સારું છે કે રહસ્ય બતાવવુ ?
એક લેખકે પોતાની પ્રેમિકા વિશે એક ચોંકાવનારી વાતની જાણ થાય છે. અને તે ગાંડો થઈ જાય છે. શું દરેક વસ્તુ એવી જ હોય છે જેવી દેખાય છે ? શું દરેકની જીંદગીની પાછળ કોઈને કોઈ રહસ્ય છુપાયેલું છે ?