'દબંગ'ના પ્રોમોએ લોકોની આ ફિલ્મ પ્રત્યેની ઉત્સુકતાને વધારી દીધી છે, ખાસ કરીને સલમાનના પ્રશંસક તેમની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જે 10 સપ્ટેમ્બરના રોજ રજૂ થશે. આ ફિલ્મ દ્વારા શત્રુધ્ન સિન્હાની પુત્રી સોનાક્ષી સિન્હા પોતાના કેરિયરની શરૂઆત કરી રહી છે.
વાર્તા છે ચુલબુલ પાંડે(સલમાન ખાન)ની, જે લાલગુર્જ(ઉત્તરપ્રદેશ)માં રહે છે. તે કોઈનાથી ગભરાતો નથી અને ભ્રષ્ટ પોલીસ ઓફિસર છે. બાળપણથી જ તેના જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહ્યા છે. તેથી તેના મનમાં કડવાશ છે. જ્યારે તે નાનકડો હતો ત્યારે તેના પિતા મૃત્યુ પામ્યા. તેની મમ્મી નૈની(ડિમ્પલ કાપડિયા)એ પ્રજાપતિ પાંડે(વિનોદ ખન્ના)સાથે બીજા લગ્ન કરી લીધા. ત્યારબાદ તેના સાવકા ભાઈ માખનચંદ(અરબાઝ ખાન)નો જન્મ થયો.
P.R
ચુલબુલને પોતાના સાવકા પિતા અને ભાઈ પ્રત્યે કોઈ પ્રેમ નથી, પરંતુ પોતાની મા માટે તેના દિલમાં વિશેષ સ્થાન છે. મા ના મૃત્યુ પ અચેહે તે પોતાના સાવકા પિતા અને ભાઈ સાથે સંબંધ તોડી નાખે છે. ચુલબુલના જીવનમાં રાજો(સોનાક્ષી સિન્હા)ના આવતા જ તેનુ જીવન બદલાવા માંડે છે. તે જીંદગી પ્રત્યે સકારાત્મક વલણ અપનાવવાનો પ્રયત્ન કરે છે. તેને પરિવારનુ મહત્વ સમજાવવા માંડે છે.
P.R
માખન મુસીબતો ઉભી કરે છે, પરંતુ જ્યારે તેને સમજાય જાય છે કે છેડી સિંહ તેને મોહરો બનાવીને પોતાનો સ્વાર્થ પૂરો કરી રહ્યો છે તો તે ચુલબુલ સાથે હાથ મિલાવે છે.
શુ ચુલબુલ તેનો સાથ સ્વીકારશે ? શુ બંને ભાઈઓ મળીને તેના વિરોધી વિરુધ્ધ લડશે ? શુ ચુલબુલ પોતાના નિડર સ્વભાવનો યોગ્ય દિશામાં ઉપયોગ કરશે ? આ પ્રશ્નોના જવાબ મળશે 'દબંગ'મા જે હાર્ડ હિટિંગ, મનોરંજક અને ઈમોશનથી ભરપૂર છે.
P.R
નિર્દેશક વિશે
પહેલી જ ફિલ્મમાં અભિનવ કશ્યપને સલમાન જેવા સ્ટારને નિર્દેશિત કરવાની તક મળી છે. જાણીતા નિર્દેશક અનુરાગ કશ્યપના તેઓ ભાઈ છે. અનુરાગ જ્યા લીકથી હટીને ફિલ્મ બનાવવામાં વિશ્વાસ રાખે છે. બીજી બાજુ અભિનયે મસાલા ફિલ્મ બનાવી છે. અબિનવનુ કહેવુ છે કે તેમણે સલમાનને એવો રજૂ કરવામાં આવ્યો છે જેવો કે તેના પ્રશંસક તેને જોવા માંગે છે.