જોની ગદ્દાર

IFMIFM

બૈનર: એડલૈબ્સ ફિલ્મસ લિ.
નિર્દેશક: શ્રીરામ રાઘવન
સંગીત : વિશાલ-શેખર
કલાકાર: નીલ મુકેશ, ધર્મેન્દ્ર, રિમી સેન, જાકિર હુસૈન, વિનય પાઠક

પાંચ સભ્યોની એક ગેંગ હોય છે જે ગેરકાયદેસર કામોમાં જોડાયેલા હોય છે. શેષાદ્રિ (ધર્મેન્દ્ર ), વિક્રમ (નીલ મુકેશ), શારદુલ (જાકિર હુસૈન), પ્રકાશ (વિનય પાઠક) અને દયા (શિવા) આના સભ્યો છે. સાહીઠ વર્ષથી વધારે ઉંમરનો શેષાદ્રી સૌથી મોટો અને વીસ વર્ષની ઉંમરનો વિક્રમ આ ગેંગનો સૌથી નાનો સદસ્ય છે.

સત્તરના દશકમાં શેષાદ્રિ સ્મગલિંગ કરતો હોય છે. પકડાઈ જવા પર તે જેલ પણ ગયો હતો. શેષાદ્રિ પોતાની પત્નીને ખુબ જ પ્રેમ કરતો હતો જેનું કેંન્સરને કારણે મૃત્યું થઈ ગયું હતુ. ત્યારથી શેષાદ્રિનો વિશ્વાસ ભગવાન પરથી ઉઠી ગયો હતો. શેષાદ્રિએ પોતાના જુના સંબંધોના આધારે આ ગ્રુપને બનાવ્યું હતું.

શારદુલ ડાંસ બાર ચલાવતો હતો પરંતુ સરકારે બૈન લગાવી દીધો એટલે તે મુસીબતમાં ફસાઈ ગયો. તે ખુબ જ મહ્ત્વકાંક્ષી છે અને અંડરવર્લ્ડની સાથે સાથે પોલીસવાળાઓની સાથે પણ તેની સારી દોસ્તી છે. વિક્રમને ફક્ત પૈસા કમાવવાથી જ મતબલ છે. સારા કે ખરાબ સાથે તેને કોઇ જ મતલબ નથી. તીવ્ર ગતિથી જીતનાર વિક્ર્મ ખુબ જ બુધ્ધીમાન છે.
IFMIFM

પ્રકાશ એક જુઆઘર ચલાવે છે જેની અંદર શેષાદ્રિ અને શારદુલ તેના પાર્ટનર છે. તેની વર્ષા નામની સુંદર પત્ની છે જે તેના આવા ખાતરનાક લોકો સાથેની દોસ્તીને જોઈને ડરતી હોય છે. દયા ત્યાર સુધી સારો છે જ્યાર સુધી કોઇ તેની સાથે ખરાબ ન કરે. તેની મા બિમાર છે જેની તેને હંમેશા ચિંતા રહ્યાં કરે છે.

વિક્ર્મને મિની (રિમી સેનથી) પ્રેમ હોય છે. મિની હંમેશા વિક્રમને ગૈંગ છોડવા માટે કહ્યાં કરે છે. તેને લાગે છે કે આ ગૈંગ સાથે જોડાઈ રહેવાથી તેને અંતમાં નુકશાન થશે.

શેષાદ્રિ પાસે એક એવી ઓફર આવે છે જેનાથી બધાનું નસીબ બદલાઈ શકે છે. કામ ફક્ત ચાર દિવસનું જ હોય છે અને તેના બદલામાં ઘણા બધા પૈસા. બધા આ ઓફરને સ્વીકારી લે છે.
IFMIFM

પરંતુ અચાનક વિક્રમ ગાયબ થઈ જાય છે. તે મિની સાથે નવી જીંદગી શરૂ કરવા માંગતો હોય પરંતુ તેના મગજમાં એક આઈડીયા હોય છે. તે એકલો જ આ કામ કરીને બધા પૈસા મેળવવા માંગતો હોય છે. પરંતુ આ બધું આટલું સરળ નથી હોતું. તેને ખબર હોય છે કે આ ગદ્દારીના બદલામાં તેનો જીવ પણ જઈ શકે છે. જોની ગદ્દાર કહાની પ્રેમ, અપરાધ, બદલો અને હત્યાની છે.