જશપાલ ભટ્ટીની છેલ્લી ફિલ્મ 'પાવર કટ'ની સ્ટોરી

બેનર : મૈડ આર્ટ્સ, જસપાલ ભટ્ટી ફિલ્મ સ્કૂલ
નિર્માતા : પવેલજીત રુપ્પલ
નિર્દેશક : જસપાલ ભટ્ટી
સંગીત - ગુરમીત સિંહ
કલાકાર : જસપાલ ભટ્ટી, સુરીલી ગૌતમ, જસરાજ ભટ્ટી, સવિતા ભટ્ટી
P.R

જસપાલ ભટ્ટી દ્વારા નિર્દેશિત અંતિમ ફિલ્મ પાવર કટ (હિન્દી અને પંજાબી) આ શુક્રવારે (24 ઓક્ટોબર) રજૂ થઈ રહી છે અને તેના પહેલા જ જસપાલ ભટ્ટીનુ રોડ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયુ. પોતાના સ્વભાવ મુજબ જસપાલ ભટ્ટીએ હાસ્ય ફિલ્મ બનાવી છે અને આ વખતે તેમના નિશાના પર મંત્રી અને વિજળી વિભાગ છે. જેના પર ભટ્ટીએ જોરદાર વ્યંગ્ય કર્યો છે.

જ્યારે પણ પાવર કટ થાય છે, ભલે પછી એ રાજનીતિનો હોય કે ઈલેક્ટ્રીકલ લોકોના ગરમા-ગરમ ડિસ્કશનમાં સ્પાર્ક જોવા મળે છે. ભારતના મોટાભાગના વિસ્તારમાં પાવર કટને કારણે આજે પણ લોકો અંધારામાં રહેવા મજબૂર છે અને તેના આધારે જ એક રોમાંટિક કોમેડી ફિલ્મ જોવા મળી છે.
P.R

વાર્તા પંજાબમાં સેટ છે. પ્રેમ ચોપડા રાજ્યના પાવર મિનિસ્ટરની ભૂમિકામાં છે અને રાજેશ પુરીએ પાવર કોર્પોરેશનના સીએસડીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં ઈલેક્ટ્રિકલ અને પોલિટિકલ સિસ્ટમ પર વ્યંગ્ય કર્યો છે.

ફિલ્મમાં હીરોઈનનુ નામ બીજલી છે અને હીરોનુ નામ કરંટ. આ પ્રકારના નામ જસપાલ ભટ્ટી જ મુકી શકે છે. ફિલ્મના ક્રેડિટ ટાઈટલ પણ તેમણે જ પોતાની સ્ટાઈલમાં મુખ્યુ છે. ગીતકારનો શ્રેય આપતા તેમણે લખ્યુ છે ક તુકબંદી કુમાર દ્વારા કેમરા જર્ક્સ રાજૂ કેજી દ્વારા અંડરગ્રાઉંડ સિંગર સુનિધિ ચૌહાન, મીકા.
P.R

પોતાની આ ફિલ્મ વિશે જસપાલે કહ્યુ હતુ કે જો નેતા પોલિટિકલ પાવર માટે જેટલો સમય લગાવે છે, મહેનત કરે છે, તેનો અડધો પણ ઈલેક્ટ્રિકલ પાવરની પ્લાનિંગમાં લગાવે તો આખો દેશ ઝગમગી જશે.

વેબદુનિયા પર વાંચો