જય વીરુ

IFM
નિર્માતા : શ્યામ બેનેગલ
નિર્દેશક : પુનીત સિર
સંગીત : બપ્પી લહેરી
કલાકાર : ફરદીન ખાન, દીયા મિર્જા, કુણાલ ખેમૂ, અંજના સુખાની, અરબાઝ ખાન.

જય અને વીરુનુ નામ લેતા જ અમિતાભ અને ધર્મેન્દ્રની યાદ આવે એ સ્વાભાવિક છે. આ બંનેએ 'શોલે'માં જય અને વીરુનુ જે પાત્ર ભજવ્યુ હતુ, એ લોકોને આજે પણ યાદ છે.

નિર્દેશક પુનીત સિરાએ જ્યારે બે મિત્રોની વાર્તા પર ફિલ્મ બનાવવાનો વિચાર કરો તો તેમને જય અને વીરુનુ નામ યાદ આવી ગયુ અને તેમણે ફિલ્મનુ નામ 'જય વીરુ' મૂકી દીધુ. આ ફિલ્મમાં જય બન્યા છે ફરદીન ખાન અનેવીરુ બન્યા છે કુણાલ ખેમૂ.

IFM
વાત જો ફિલ્મની સ્ટોરીની કરીએ તો જય અને વીરુ ખૂબ જ સારા મિત્રો હતા. પરંતુ હવે તેમની મૈત્રી દુશ્મનીમાં બદલાઈ ગઈ છે. બંને એકબીજાને નફરત કરે છે. એક વ્યક્તિ બીજી છે જે તેનાથી પણ વધુ બંનેને નફરત કરે છે અને એ છે તેજપાલ (અરબાઝ ખાન). તેજપાલ બંનેને મારી નાખવા માંગે છે.

પરિસ્થિતિ કાંઈક એવી સર્જાય છે કે જય અને વીરુને સાથે ભાગવુ પડે છે. જો તેઓ એકબીજાની હત્યા ન કરે તો તેઓ જીવતા રહી શકે છે.

શુ તેઓ બંને બચી જશે ? શુ તેમની દુશ્મની ફરી દોસ્તીમાં બદલાશે ? જાણવા માટે જોવી પડશે 'જય વીરુ'.