'જન્નત'ની શોધ

P.R
નિર્માતા - મુકેશ ભટ્ટ
નિર્દેશક - કુણાલ દેશમુખ
સંગીત - પ્રીતમ ચક્રવર્તી અને કામરાન અહમદ
કલાકાર - ઈમરાન હાશમી, સોનલ ચૌહાણ, સમીર કોચર, જાવેદ શેખ (પાકિસ્તાન) વિશાલ મલ્હોત્રા.
રજૂ થવાની શક્યતા - 16 મે 2008

અર્જુન એક યુવાન અને બેદરકાર માણસ છે. તે પૈસા કમાવવા માંગે છે, પણ તેની કમાવવાની રીત ખોટી છે. પત્તા રમીને ખૂબ પૈસા કમાવવા એ તેનો ઉદ્દેશ્ય છે. તેની મુલાકાત એક મોલમાં જોયા નામની છોકરી સાથે થાય છે.

તે જોયાના પ્રેમમાં પાગલ થઈ જાય છે અને તેને મેળવવા માટે વધુમાં વધુ પૈસા કમાવવા માંગે છે. અર્જુન સામાન્ય જીંદગી છોડી દેવાનો નિર્ણય લે છે. પત્તા રમવાના છોડી તે બુકી બની જાય છે.
P.R

ઘીરે ઘીરે તે માફિયાઓના ચક્કરમાં આવી મેચ ફિક્સિંગની દુનિયામાં પહોંચી જાય છે. મેચ ફિક્સિંગના આધારે તે અર્જુન પૈસાના ઢગલાં પર બેસી જાય છે. પૈસો અને પ્રસિધ્ધિ તેના પગ ચાટતા થઈ જાય છે. ઓછા સમયમાં અઢળક પૈસા કમાવવાને કારણે તે પોલીસની નજરમાં ચઢી જાય છે.

અર્જુનના જીવનમાં એક એવો વળાંક આવે છે જ્યારે તેણે પોતાની કમાવેલી પ્રસિધ્ધિ અને પૈસા તેમજ જોયાના પ્રેમમાંથી કોઈ એકને પસંદ કરવાની હોય છે.

P.R
શુ કરશે અર્જુન ?
શુ તે આ માયાજાળમાંથી નીકળશે ?
શુ તે પૈસા માટે જોયાને છોડશે ?
શુ જોયા અને અર્જુનને તે એ જન્નત મળશે જેની શોધ તેમને હતી ?
જાણવા માટે જુઓ 'જન્નત'