એનિમેશન ફિલ્મ 'જંબો' અક્ષય કુમારને કારણે ચર્ચામાં છે, જેમા અક્ષયે પોતાનો અવાજ આપ્યો છે. અક્ષયે આવુ પોતાના પુત્ર અરાવને માટે કર્યુ છે. એટલુ જ નહી અક્ષયે લારા દત્તા, ડિમ્પલ કાપડિયા, રાજપાલ યાદવ અને ગુલશન ગ્રોવર જેવા કલાકારોને પણ ફિલ્મના વિવિધ પાત્રોને અવાજ આપવા માટે રાજી કર્યા. એવુ કહેવાય છે કે અરાવને ફક્ત અવાજ આપવાને બદલે 9 કરોડ રૂપિયાનુ મહેનતાણું આપ્યુ છે.
જંબો હાથીનુ બચ્ચુ છે. તેના પિતા નથી, તેથી તેને બીજા હાથી સતાવે છે. જંબો પોતાના પિતાના વિશે વધુ નથી જાણતો. તેને ફક્ત એટલુ જ ખબર છે કે તે રાજા સાથે યુધ્ધ કરવા જતા હતા. જંબો પોતાના પિતા વિશે વધુમાં વધુ જાણવા માંગે છે.
એક દિવસ કેટલાક લોકો જંબોને પકડી લે છે. જંબોની પ્રિંસ નામના છોકરા સાથે મૈત્રી થઈ જાય છે. જંબો તેની મદદથી ભાગી નીકળે છે અને એક ગામમાં પહોંચી જાય છે.
આ ગામમાં ઘણા જ હાથી છે જે મનુષ્યની સાથે મળીને કામ કરે છે. જંબોને પાલતૂ બનાવવા માટે સાંકળથી બાંધી દેવામાં આવે છે. તેને પ્રશિક્ષિત કરવામાં આવે છે. જેથે તે બુધ્ધિમાન બની શકે. ધીરે ધીરે જંબો મોટો થાય છે અને શક્તિશાળી બની જાય છે.
એક દિવસ ગામમાં કેટલાક લોકો ટેક્સ વસૂલવા આવે છે. જ્યારે તેઓ વધુ પડતો ટેક્સ લે છે તેથી ગામના લોકો ક્રોધે ભરાય છે. તેમની પરસ્પર લડાઈ થઈ જાય છે. જેમા ગામવાળા હાથીઓની મદદથી જીતી જાય છે.
આ વાત રાજા સુધી પહોંચી જાય છે. તેઓ જંબોને પોતાની સેનામાં જોડી લે છે. એક વાર યુધ્ધ થાય છે અને જંબોને લડાઈ માટે મોકલવામાં આવે છે. યુધ્ધભૂમિ પર જંબોનો સામનો એક ભીમકાય હાથી સાથે થાય છે. જંબોને જાણ થાય છે કે આ એ જ હાથી છે જેણે તેના પિતાને માર્યો હતો. બંને વચ્ચે ધમાસાન લડાઈ થાય છે અને અંતમાં જમ્બો જીતી જાય છે.