વિજયેતા ફિલ્મ્સ પ્રા.લિ.ની ફિલ્મ 'ચમકૂ' ચન્દ્રમાસિંહ ઉર્ફ ચમકૂની વાર્તા છે. જ્યારે એ નાનો હતો ત્યારે તેના પરિવારની ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી. તેનો ઉછેર બિહારના અંદરના ભાગમાં રહેતા નક્સલવાદીઓએ કર્યો. તેને તેઓએ પ્રશિક્ષિત પણ કર્યો.
પાછળથી ચમકૂને રૉ અને આઈબી દ્વારા સરકારી કાર્યક્રમો માટે પસંદ કરવામાં આવે છે. અહીં ચમકૂની અર્જુન તિવારી(રિતેશ દેશમુખ)સાથે મિત્રતા થાય છે. ચમકૂ લોકોને મારવા, એનકાઉંટર કરવામાં અને યોજના બનાવવામાં નિપુણ છે તેથી તે ઝડપથી લોકપ્રિય થઈ જાય છે. મુશ્કેલથી મુશ્કેલ કામ તે સરળતાથી કરી લે છે.
P.R
ચમકૂની જીંદગીમાં ત્યારે મોટું પરિવર્તન આવે છે જ્યારે તેને પ્રેમ થાય છે. શુભિ(પ્રિયંકા ચોપડા) એક ટીચર છે. શુભિની સાથે રહીને તેને અનુભવ થાય છે કે જીંદગી કેટલી સુંદર છે. પરંતુ તેનુ અતીત તેની સામે આવીને ઉભુ થાય છે.
ફિલ્મમાં ડેનીએ બાબા નામનુ ચરિત્ર નિભાવ્યુ છે, જે નક્સલવાદીઓનો નેતા છે, જ્યારે રાજપાલ યાદવે હુસૈનની ભૂમિકા ભજવી છે.