વિક્કી (આર્યમન) એક ઉગતો ગાયક છે અને મોટી તકની શોધમાં છે. સબા(સયાલી ભગત) એક જાહેરાત એંજંસીમાં કામ કરે છે. સબાનુ નસીબ ઘણુ જ ઉજ્જવળ છે અને સફળતા તેના સ્વાગત માટે હંમેશા તૈયાર રહે છે. સબાનુ ગુડ લક ચાર્મ તેના ચુંબનમાં છે.
એક દિવસ પાર્ટીમાં સબા ભૂલથી વિક્કીને કિસ કરી લે છે. ત્યારબાદ તો વિક્કીના દિવસો બદલાય જાય છે. સંગીત જગતની જાણીતી હસ્તી તરૂણ ચોપડા(લકી અલી) વિક્કીને ગીત ગાવા માટે પસંદ કરી લે છે અને વિક્કીનુ સપનુ પૂરૂ થઈ જાય છે.
P.R
વિક્કીને કિસ કર્યા પછી સબાના ખરાબ દિવસો શરૂ થાય છે. તેની નોકરી જતી રહે છે અને તેની પરિસ્થિતિ ઘણી જ ખરાબ થઈ જાય છે. ટેરો કાર્ડ રીડર (અર્ચના પૂરન સિંહ) તેને જણાવે છે કે જો તે વિક્કીને ફરી કિસ કરી લેશે તો તેનુ ગુડલક પાછુ ફરશે.
સબાની સામે મુસીબત ઉભી થાય છે કારણકે તે વિક્કીને ઓળખશે કેવી રીતે કારણકે પાર્ટીમાં તેણે માસ્ક પહેરી રાખ્યુ હતુ. વિક્કીની શોધ કરવામાં આવે છે તે દરમિયાન વિક્કી સાથે સબાને પ્રેમ થઈ જાય છે, પરંતુ સબાને આ વાતની જાણ નથી કે વિક્કી એક માણસ છે જેને તે શોધી રહી છે.
અને એક દિવસ જ્યારે સબાને ખબર પડી જાય છે ત્યારે તેનો સ્વાર્થ જાગી જાય છે અને તે વિક્કીનુ ચુંબન લે છે. વિક્કી ફરીથી સંઘર્ષના દરવાજે આવીને ઉભો રહે છે. સબાને અહેસાસ થાય છે કે તેણે વિક્કી સાથે ખરાબ કર્યુ છે. પ્રેમની જીત થાય છે. તે વિક્કીને ફરીથી કિસ કરે છે અને બંનેને સફળતા મળવી શરૂ થાય છે.
P.R
આ લવસ્ટોરીમાં ઘણી વિપત્તિઓ છે. ટેરો કાર્ડ રીડરે સબાના કિસનું રહસ્ય પોલીસ ઓફિસર(શરત સક્સેના), સબાના બોસ(નાજનીન પટેલ), રણબીર શૌરીને બતાવી દે છે. આ લોકો અને ટેરો કાર્ડ રીડર આ પ્રયત્નમાં રહે છે કે એક વાર સબા તેમને કિસ આપી દે. કેવી રીતે સબા અને વિક્કી પોતાનુ ગુડ લક બચાવી રાખે છે તે આ ફિલ્મમાં કોમેડી સ્વરૂપમાં બતાવવામાં આવ્યુ છે.