ખેલે હમ જી જાન સે

બેનર : આશુતોષ ગોવારીકર પ્રોડક્શન, પીવીઅર પિક્ચર્સ
નિર્માતા : સુનીતા ગોવારીકર, અજય બિજલી, સંજીવ કે. બીજલ
નિર્દેશક : આશુતોષ ગોવારીકર
સંગીત : સોહેલ સેન
કલાકાર : અભિષેક બચ્ચન, દીપિકા પાદુકોણ, સિકંદર ખેર
રીલીઝ ડેટ : 3 ડિસેમ્બર 2010.
P.R
ભારતને આઝાદી અપાવનારા ઘણા હીરો એવા પણ છે, જે ગુમનામ રહી ગયા. જેમના વિશે નહી બરાબર ચર્ચા થઈ છે. તેમનો ફાળો કોઈનાથી ઓછો નથી. 'ખેલે હમ જી જાન સે' આવા જ 64 લોકોની સ્ટોરી છે. જેમણે 18 એપ્રિલ 1930ના રોજ ચિટ ગામમાં અંગ્રેજો વિરુદ્ધ લડવા માટે પ્રેરિત કર્યા હતા.

P.R

64 લોકોના સમૂહમાં 56 નિડર કિશોર હતા. 5 ક્રાંતિકારીઓ ઉપરાંત 2 સ્ત્રીઓ પણ હતી. તેમાંથી એક હતી કલ્પના દત્તા જે એક શ્રીમંત પરિવારની હતી. એ સમયના હિસાબે તે ખૂબ જ ભણેલી હતી અને બોમ્બ કેવી રીતે બને છે તે જાણવામાં તેને રસ હતો.

P.R

આ સમૂહના નેતા હતા સુરજ્ય સેન, જે એક શાળામાં અધ્યાપક હતા. તેમણે જ બ્રિટિશો પર હુમલો કરવાની પૂરી યોજના બનાવી હતી. માનિનિ ચેટર્જીનુ પુસ્તક 'ડૂ એંડ ડાય - ધ ચિટગાવ અપરાઈજીંગ 1930-34' પર આધારિત ફિલ્મમાં આ ઘટનાને એક થ્રિલરના રૂપમાં રજૂ કરવામાં આવ્યુ છે.

P.R

નિર્દેશક વિશે :


'લગાન' અને 'જોધા અકબર' જેવી ચર્ચિત અને સફળ ફિલ્મ બનાવી ચૂકેલા આશુતોષ ગોવારીકર એકવાર ફરી પીરિયડ ફિલ્મ લઈને હાજર થયા છે, જેમા તેમણે નિપુણતા મળેલ છે. તેમની અસફળ ફિલ્મ 'સ્વદેશ'ને પણ પ્રશંસા મળી હતી. આશુતોષનુ કહેવુ છે એક 'ખેલે હમ જી જાન સે' દ્વારા તેમણે એવી ઘટનાઓને સૌ સામે લાવવાનો પ્રયત્ન કર્યો છે, જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે.

વેબદુનિયા પર વાંચો