આ વાર્તા છે મહારાષ્ટ્રના એક નાનકડા શહેરમાં રહેનારા મરાઠી માનૂસ સચિન ટિચકુલે(અક્ષય કુમાર)ની. સચિનના પિતા રમાકાંત ટિચકુલે (કુલભૂષણ ખરબંદા) રિયાટર્ડ જજ છે અને તેમની નજરમાં સચિનનુ કોઈ મહત્વ નથી. સચિનની મા (અરુણા ઈરાની)ને પણ એ ભય સતત સતાવતો રહે છે કે તેનો પુત્ર યોગ્ય માર્ગે નથી જઈ રહ્યો. સચિન રોડ કોંટ્રેક્ટર છે. શર્ટૅ-પેંટ પહેરીને ચશ્મા લગાવીને સચિનના હાથમાં કાયમ એક હેંડ બેગ અને છત્રી રહે છે. તે ઓટોમાં મુસાફરી કરે છે.
P.R
સચિનનુ સપનુ છે કે તે ખૂબ પૈસા કમાવે. મોટો માણસ બને, પરંતુ દૂર દૂર સુધી તેને આ સપના પુરા થવાની કોઈ શક્યતા નથી દેખાતી. કામ જ એનુ એવુ છે જ્યા લાંચ વગર વાત પણ નથી થતી. બિચારા સચિન પાસે લાંચ આપવા માટે પૈસા નથી.
P.R
વાત ત્યારે વિકટ બની જાય છે જ્યારે મ્યુનિસિપલ કમિશ્નરના રૂપમા ગહના ગનપુલે(ત્રિશા કૃષ્ણન)ની નિમણૂંક થાય છે. ગહના ખૂબ જ કડક સ્વભાવની છે. કામ જ તેને માટે પૂજા છે અને લાંચખોરીથી તેને સખત નફરત છે. નફરત તો એ સચિનને પણ કરે છે કારણ કે એ તેની એક્સ ગર્લફ્રેંડ છે.
P.R
ગહના આવ્યા પછી સચિનની સ્થિતિ વધુ ખરાબ બની જાય છે અને મુસીબતના ચક્રવ્યુહમાં એ અટવાય જાય છે. ફિલ્મમાં હલ્કા-ફુલ્કા, હસતા-હસાવતા અંદાજમાં બતાવવામાં આવ્યુ છે કે આપણા તંત્રમાં ભ્રષ્ટાચાર અને લાંચખોરી કેવી રીતે પગ પ્રસારીને સ્થાયી થઈ ચૂકી છે. અક્ષય કુમ્જાર અને પ્રિયદર્શનની જોડી એકવાર ફરી તમને હસાવવા આવી રહી છે.