કોનું વાગશે 'ઢોલ' ?

IFM
નિર્માતા - પરસેપ્ટ પિક્ચર કંપની
નિર્દેશક - પ્રિયદર્શન
સંગીત - પ્રીતમ ચક્રવર્તી
કલાકાર - તુષાર કપૂર, તનુશ્રી દત્તા, શરમન જોશી, કુણાલ ખેમૂ, રાજપાલ યાદવ, ઓમપુરી, પાયલ રોહતગી, અરબાઝ ખાન, અસરાની.

કહેવાય છે કે હાસ્ય ફિલ્મ બનાવવી બહું મુશ્કેલ છે. પરંતુ પ્રિય દર્શન માટે તો આ ડાબા હાથનો ખેલ છે. તેમંને કેટલીય સફળ ફિલ્મો બનાવી છે અને દર્શકોને હસાવ્યા છે હવે તે એકવાર ફરી પોતાના હાસ્યનું 'ઢોલ' લઈને આવી રહ્યા છે.

સેમ(તુષાર કપૂર) મારુ(રાજપાલ યાદવ), પક્યા (શરમન જોષી) અને મોંટી (કુણાલ ખેમૂ) આ ચાર પાકાં મિત્રો છે. આ ચારેયનું દિલ સાફ છે પણ
IFM
તેમના જીવનનું કોઈ લક્ષ નથી.

કારણ વગર અહીં-તહીં ફરવાવાળા આ ચારેયના સપનાં મોટાં મોટાં છે. તેમને જીંદગીના બધા એશો આરામ જોઈએ અને એ પણ મહેનત કર્યા વગર જ. જે માટે તે નિત નવાં શોર્ટકટની શોધમાં છે, જે પળવારમાં જ તેમણે શ્રીમંત બનાવી દે અને તે પોતાની જીંદગીમાં મજા કરી શકે.

શ્રીમંત બનવાના શોર્ટકટના ચક્ક્રરમાં તેઓ રોજ નવી નવી મુશ્કેલીઓને આમંત્રિત કરે છે. શ્રીમંત બનવાનો તેમની પાસે એક સરળ ઉપાય છે અને તે છે કોઈ શ્રીમંત છોકરી જોડે લગ્ન કરી લેવા, અને થઈ જવું માલદાર. પણ આવી છોકરી મળે છે ક્યાં ?

IFM
એક દિવસ અચાનક નસીબ તેમની ઉપર મહેરબાન થઈ જાય છે. તેમના પડોશમાં એક સુંદર અને પૈસાવાળી છોકરી રહેવા આવી જાય છે. નામ પણ તેનુ કંચન(તનુશ્રી દત્તા) છે. ચારેયના દિમાગ કમ્પ્યુટરની જેમ દોડવા માંડ્યા. બધાએ તે છોકરીનું દિલ જીતવાની યોજનાઓ બનાવવાની શરૂઆત કરી દીધી.

વાર્તામાં પુષ્કળ ઉતાર ચઢાવ આવે છે. જે દર્શકોને હસાવે છે. ગેરસમજના કારણે હાસ્યાસ્પદ પરિસ્થિતિયો ઉભી થાય છે. વાર્તામાં હસવાની સાથે
IFM
રોમાંચ, રહસ્ય, મર્ડર અને અપરાધ પણ છે.

ચારેમાંથી કોના લગ્નનું ઢોલ વાગે છે, જુઓ 'ઢોલ'માં.