આક્રોશ : ઓનર કિલિંગ પર આધારિત

બેનર : બિગ સ્ક્રીન એંટરટેનર, જી મોશન પિક્ચર્સ
નિર્માતા : કુમાર મંગત પાઠક
નિર્દેશક : પ્રિયદર્શન
સંગીત : પ્રીતમ
કલાકાર : અજય દેવગન, બિપાશા બાસુ, અક્ષય ખન્ના, અમિતા પાઠક, પરેશ રાવલ.
P.R

સામાન્ય રીતે હાસ્ય ફિલ્મ બનાવનારા પ્રિયદર્શને આ વખતે ઓનર કિલિંગ જેવા ગંભીર વિષય પર 'આક્રોશ' નામની ફિલ્મ બનાવી છે. ઓનર કિલિંગના નામ પર આખી દુનિયામાં દર વર્ષે 5000થી વધુ હત્યાઓ થાય છે. 1995માં ટાઈમ્સ ઓફ ઈંડિયામાં પ્રકાશિત એક આલેખ 'ઓનર કિલિંગ' પર આ ફિલ્મ આધારિત છે.

IFM

નીચલી જાતિની એક છોકરી પોતાના બે મિત્રો સાથે બિહાર સ્થિત ઝાંઝર નામના એક ગામમાં રામલીલા જોવા જાય છે. દિલ્લી વિશ્વવિદ્યાલયના આ ત્રણેય વિદ્યાર્થીઓ એ ગામમાંથી ગાયબ થઈ જાય છે. ત્રણ મહિના વીતી જાય છે છતા પણ એ ત્રણેય વિશે કોઈ પુરાવો નથી મળતો. મીડિયા આ મુદ્દાને વારંવાર ઉઠાવે છે અને બિહારના વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવે છે, તો સરકાર પર દબાવ બને છે.

P.R

સીબીઆઈ ઓફિસર્સ સિદ્ધાંત ચતુર્વેદી (અક્ષય ખન્ના) અને પ્રતાપ કુમાર (અજય દેવગન)ને આ જવાબદારી સોંપવામાં આવે છે કે તેઓ આ બાબતની તપાસ કરે. પ્રતાપ બિહારનો જ રહેનાર છે અને સારી રીતે જાણે છે એક જ્ઞાતિવાદની જડ ઝાંઝર જેવા ગામમાં કેટલી વ્યાપ્ત છે. પ્રતાપ પોતાના આકર્ષક વ્યક્તિત્વ અને ચતુરાઈથી મુદ્દાની તપાસ કરે છે, જ્યારે કે સિધ્ધાંત કોપીબુક સ્ટાઈલમાં સીધાસાધા કામ કરવામાં વિશ્વાસ રાખે છે. બંનેની આ વાત પર ટક્કર થાય છે. તપાસ કરવી બંને માટે સહેલી નથી, કારણ કે ગામની પોલીસ ફોર્સ, જમીનદાર અને નેતાઓ સાથે ભળેલી છે, જે શૂલ સેનની એક શાખા ચલાવે છે. નીચલી જાતિના લોકો પણ તેમની કોઈ મદદ નથી કરતા, કારણ કે તેઓ શૂલ સેનાથી ગભરાય છે જે તેમને વારંવાર ધમકી આપતી રહે છે.

P.R

રોશની(અમિતા પાઠક)ના પિતા ગામના શક્તિશાળી અને ધનવાન લોકોમાંથી એક છે. તે આ બે ઓફિસર્સને કેટલીક એવી વાતો બતાવે છે, જેનાથી તેમને એક નવી દિશા મળે છે. જેમ જેમ તેઓ આ કેસની તપાસ કરતા આગળ વધે છે, ગામના કેટલાક લોકો ગામમાં હિંસા ફેલાવે છે. ઘર સળગાવે છે. દિવસે હત્યાઓ થવા માંડે છે. ગીતા(બિપાશા બસુ)નામની છોકરી પર સિદ્ધાંતની મદદથી પ્રતાપ પોતાનો પ્રભાવ જમાવે છે, જે કોઈ મહત્વપૂર્ણ રહસ્ય તેને બતાવે છે, જે ઘણા મહત્વપૂર્ણ રહસ્યો તેને બતાવે છે. કેવી રીતે ઘણી રોમાંચક ઘટનાઓ અને રહસ્યો પરથી આ લોકો પડદો ઉઠાવે છે એ આ વાર્તાનુ ક્લાઈમૈક્સ છે.

વેબદુનિયા પર વાંચો