અતિથિ તુમ કબ જાઓગેમાં ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવેલ કલાકાર અજય દેવગન, કોંકણા સેન શર્મા અને પરેશ રાવળે એકસાથે કામ કર્યુ છે. આ એક હાસ્ય ફિલ્મ છે. ફિલ્મના હીરો અજય દેવગનનુ કહેવુ છે કે તેમને સત્તર અને એંશીના દશકમાં બનનારી હલ્કી-ફુલ્કી હાસ્ય ફિલ્મો ખૂબ જ પસંદ છે. ઋષિકેશ મુખર્જી, બાસુ ચેટર્જી અને ગુલઝાર જેવા નિર્દેશકોની સાથે તેમને કામ કરવાનો ચાંસ નથી મળ્યો, જેનો તેમને અફસોસ છે. 'અતિથિ તુમ કબ જાઓગે'ની સ્ક્રિપ્ટમાં તેમને જૂના જમાનામાં બનનારી કોમેડી ફિલ્મોની ઝલક જોવા મળી, તેથી તેને ઓફર સ્વીકારી લીધી. આ એક સિચુએશનલ કોમેડી છે.
પુનીત (અજય દેવગન)અને મુનમુન (કોંકણા સેન શર્મા)મેરિડ કપલ છે. મુંબઈમાં રહે છે અને ખુશીથી જીવન વિતાવી રહ્યા છે. તેમની જીંદગીમાં ત્યારે ભૂકંપ આવી જાય છે જ્યારે તેમના એક દૂરના કાકા (પરેશ રાવળ) તેમના ઘરે બતાવ્યા વગર જ આવી ટપકે છે.
IFM
ગામમાં રહેનારા કાકા શહેરની રીત-ભાતથી અજાણ છે. મહેમાન થોડા દિવસ જ સારા લાગે છે,પરંતુ આ અતિથિ તો એવા છે જે જવાનુ નામ જ નથી લેતા.
તેમને ઘરેથી કાઢવા માટે પુનિત અને મુનમુન ઘણી ટ્રિક્સ અજમાવે છે, જેના કારણે ઘણી હાસ્યભરી પરિસ્થિતિઓ ઉભી થાય છે.