3 ઈડિયટ્સની સ્ટોરી

IFM
બેનર - વિધુ વિનોદ ચોપડા પ્રોડકશંસ
નિર્માતા-વિધુ વિનોદ ચોપડા
નિર્દેશક-રાજકુમાર હીરાન
લેખક - વિધુ વિનોદ ચોપડા, રાજ કુમાર હીરાની, અભિજીત જોશી
ગીત - સ્વાનંદ કિરકિરે
સંગીત - શાંતનુ મોઈત્રા
કલાકાર - આમિર ખાન, કરીના કપૂર, આર.માધવન, શરમન જોશી, બોમન ઈરાની, મોના સિંહ, પરિક્ષિત સહાની, જાવેદ જાફરી.

આમિર ખાન જેવા પસંદગીની ફિલ્મો કરનરા કલાકાર અને રાજકુમાર હીરાની જેવા શાનદાર ફિલ્મ બનાવનારા નિર્દેશક ભેગા મળે તો કેવી ફિલ્મ સામે આવશે તેની કલ્પના જ કરી શકાય છે. '3 ઈડિયટ્સ' દ્વારા આ કલ્પના સાકાર થઈ રહી છે. વિધુ વિનોદ ચોપડા આ બંને મહારથિયોને પોતાના બેનર તળે એકત્ર કરે છે. 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસના તહેવારના રોજ વર્ષ 2009ની સૌથી વધુ ચર્ચિત ફિલ્મ રજૂ થશે.

3 ઈડિયટ્સની વાર્તા છે બે મિત્રો (માધવન અને શરમન જોશી)દ્વારા પોતાના એક ખોવાયેલા મિત્રને શોધવાની યાત્રાની. આ યાત્રામાં તેમને લાંબા સમયથી વિસરાયેલ વાતો યાદ આવે છે. આ યાત્રામાં તેમને કેમ પણ કરીને એક લગ્નને રોકવાનુ છે અને જોડાવવુ પડે છે એક અંતિમ સંસ્કારમાં.

જેમ-જેમ આ યાત્રામાં તેઓ આગળ વધે છે તેમને યાદ આવે છે તેમના સૌથી વ્હાલા મિત્ર રાંચો(આમિર ખાન)ની, અદમ્ય ઉર્જાથી ભરેલ એક મુક્ત વિચાર ધરાવતો રાંચો જે પોતાના અવનવી અદાઓથી દિલને સ્પર્શી લેતો હતો અને કેવી રીતે પોતાના મિત્રોના જીવનને બદલી નાખતો હતો.

તેમને યાદ આવે છે પોતાના હોસ્ટલના એ દિવસો. રાંચો અને પિયા(કરીના કપૂર)નો પ્રેમ અને લડાઈ. કોલેજના એક દમનકારી સંરક્ષક પ્રો વીરુ શાસ્ત્રબુધ્ધેની સાથેનો સંઘર્ષ. એક દિવસ રાંચો વગર કોઈને બતાવે એકાએક ગાયબ થઈ જાય છે. છેવટે એ ક્યા ગયો ? એ ક્યાંથી આવ્યો હતો ? કેમ વગર કશુ કહે જતો રહ્યો ?

IFM
જ્યારે આખી દુનિયા તેમને ઈડિયટ બોલાવતી હતી, એક મિત્રએ તેમને જુદા પ્રકારે વિચરવાનુ શીખવાડ્યુ હતુ, જીવવુ શીખવાડ્યુ હતુ. પણ એ અસલી ઈડિયટ છે ક્યા ? એ ઈડિયટની શોખમાં એક વધુ યાત્રા શરૂ થાય છે. પોતાની ભીતરની યાત્રા. જે લઈ જાય છે એ સુંદર પર્વતો તરફ જ્યા તેમને મળે છે તેમના મિત્રની સ્ટોરી અને દરેક પ્રશ્નોના જવાબ.

3 ઈડિયટ્સ તેમનાજ વિચારો પર આધારિત એક કોમેડી છે, જે ક્યાય ઉત્તેજક છે, તો ક્યાક એકદમ મનોરંજનથી ભરપૂર. ક્યારેક આ વ્યવ્હારિક છે તો ક્યારેક હાસ્યનો ખજાનો. આ હળવી ફિલ્મમાં જીંદગીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ 'ખુદ' (સ્વયંને)શોધવાની કોશિશ કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો