સ્ટ્રેજર્સ - અપરિચિત કે મિત્ર

IFM
નિર્માતા - ઉદય તિવારી-રાજ કુન્દ્રા
નિર્દેશક - આનંદ એલ રાય
કલાકાર - કેકે મેનન, જિમી શેરગિલ, નંદના સેન, સોનાલી કુલકર્ણી.

'સ્ટ્રેજર્સ' ની વાર્તા બે અજનબીઓની આસપાસ ફરે છે. આ બંને અજનબીઓની મુલાકાત થાય છે ઈંગ્લેંડમાં એક ટ્રેનના બિજનેસ કંપાર્ટમેંટમાં. સંજોગની વાત છે કે બંને ભારતીય છે.

મિ. રાય મેનેજમેંટની દુનિયાના બહુ મોટા માણસ છે. જ્યારે રાહુલ એક ગુમનામ લેખક છે, જે પોતાની ઓળખાણ બનાવવાની કોશિશમાં લાગેલો છે. બંનેનું વ્યક્તિત્વ એક-બીજા સાથે મેળ નથી ખાતુ. બંને એવી જિંદગી જીવી રહ્યાં હોય છે જે તેમને પસંદ નહોતી કરી.

IFM
યાત્રાને મનોરંજક બનાવવા માટે બંને વાતચીત શરૂ કરી દે છે. તેમની વાતોમાં ખાસ સંકેત હોય છે. તેઓ ઈચ્છે છે કે તેઓ કંઈક એવુ કરે કે તેમની જીંદગી બદલાય જાય. તેમની વાતચીતનું જે પરિણામ નીકળે છે તેનાથી ચાર જીંદગીઓ ગુંચવાય જાય છે. અજનબીઓ મિત્રો બની જાય છે અને મિત્રો અજનબી.