સુનો ના

P.R
નિર્દેશક : અમી થાનાવાલ
ગીતકાર : યોગેશ
સંગીતકાર : સંજય ચૌઘરી
કલાકાર : તારા શર્મા ઘર્મેન્દ્ર ગોહિલ, મકરંદ શુક્લા, અવિનાશ તિવારી, રિંકૂ પટેલ, રાજેન્દ્ર ચાવલા.

અમી થાનાવાલાએ પોતાનુ કેરિયર એક સહાયક નિર્દેશકના રૂપમાં શરૂ કર્યુ હતુ. તે સંજય લીલા ભંસાલીની 'ખામોશી'માં અને જોન મેથ્યુ મથાનની 'સરફરોશ'માં સહાયક રહી ચૂક્યા છે. અમી હવે સ્વતંત્ર નિર્દેશક બની ગયા છે. અને સિનેમા કોલાજ બેનર હેઠળ તેમણે 'સૂનો ના' ફિલ્મ બનાવી છે.

આ ફિલ્મ એક અવિવાહિત માઁ ની સ્ટોરી છે. એક છોકરી જેને તેનો પ્રેમી દગો આપીને જતો રહે છે. તેઓ તે આત્મહત્યા કરવાનુ નક્કી કરે છે. પણ પછી તેને જાણ થાય છે કે તે પ્રેગનેંટ છે. તે માસુમને વગર વિચારે મારવા નથી માંગતી. બીજા શહેરમાં જઈને તે બાળકેન જન્મ આપવા માંગે છે સાથે જ એક નવી જીંદગી શરૂ કરવાનો નિર્ણય કરે છે.

આ ફિલ્મમાં વળાંક ત્યારે આવે છે જ્યારે ગર્ભમાં ઉછરી રહેલુ બાળક અને માઁ પરસ્પર વાતો કરવા માંડે છે.આટલુ જ નહી ગીત પણ ગાય છે. આ માસૂમ બાળક ઘણુ જાણવા માંગે છે. ખાસ કરીને પોતાના પિતા વિશે.

આ ફિલ્મ તે ત્રણ પાત્રોની આજુબાજુ ફરે છે, જે તે છોકરીની જીંદગીમાં આ નવ મહીના દરમિયાન આવે છે. તારા શર્માએ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ તેમના લગ્ન પછીની પહેલી ફિલ્મ છે.

વેબદુનિયા પર વાંચો