સાત ખૂન માફ : સુસાના ના સાત લગ્ન

બેનર : યૂટીવી મોશન પિક્ચર્સ, વિશાલ ભારદ્વાજ પિક્ચર્સ પ્રા. લિ.
નિર્માતા : રોની સ્ક્રૂવાલા, વિશાલ ભારદ્વાજ
નિર્દેશક અને સંગીત : વિશાલ ભારદ્વાજ
ગીત ; ગુલઝાર
કલાકાર : પ્રિયંકા ચોપડા, નસીરુદ્દીન શાહ, પ્રિયંકા ચોપડા, જોન અબ્રાહમ, નીલ નિતિન મુકેશ, ઈરાફાન ખાન, અનુ કપૂર.
રિલીઝ ડેટ : 18 ફેબ્રુઆરી 2011
P.R

રસ્કિન બ્રાંડની વાર્તા 'સુસાનાજ સેવન હસ્બેડ્સ' પર 'સાત ખૂન માફ' આધારિત છે. પ્રિયંકા ચોપડાએ આ ફિલ્મમાં એક એવી પત્નીની ભૂમિકા ભજવી છે, જે વયના જુદા જુદા ઉંબરે સાત લગ્ન કરે છે, કારણ જે તેના પતિઓનું રહસ્યમય સંજોગોમાં મોત થઈ જ આય છે. પ્રિયંકાને એક ચેલેંજેબલ પાત્ર ભજવવાની તક મળે છે અને 'કમીને' પછી વિશાલની સાથે તેમની આ બીજી ફિલ્મ છે.

સુસાના એના મેરી જોહાનેસ (પ્રિયંકા ચોપડા) એક એવી સુંદર મહિલા છે, જેને પામવા માટે દરેક માણસ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. છેલ્લા 35 વર્ષમાં તેને સાત વાર લગ્ન કર્યા, કારણ કે તેની સાધે અડધો ડજહ પતિઓનું અસામયિક અને રહસ્યમય પરિસ્થિતિઓમાં મૃત્યુ થઈ ગયુ છે. શકની સોઈ મુખ્ય રૂપે સુસસનાની તરફ ઈશારો કરે છે.

P.R

સુંદર અને યુવા સુસાનાએ પ્રથમ લગ્ન એડવિન રૉડ્રિક્સ(નીલ નિતિન મુકેશ)સાથે કર્યા હતા, જે એક મેજર હતો. મેજરના પ્રેમમાં તે લટ્ટૂ થઈ ગઈ હતી, જો કે મેજ અને તેની વય વચ્ચે થોડુ વધુ અંતર હતુ. યૂનિફોર્મમાં મેજર ખૂબ જ સુંદર લાગતો હતો અને કાયમ હુકમ આપવુ તેને પસંદ હતુ. પરંતુ સુસાના તો પ્રેમમાં આંધળી હતી. બીજી વાર તેણે ખૂબ જ જલ્દી બીજા લગ્ન જીમી સ્ટેટસન(જોન અબ્રાહમ)સાથે લગ્ન કર્યા. જોવામાં જિમી ખૂબ આકર્ષક હતો. સંગીતનો એ જાદુગર હતો અને આ કારણસર સુસાના તેની તરફ ખેંચાઈ હતી, પરંતુ તેને ખબર નહોતી કે આગળ તેના જીવનમાં શુ થવાનું છે.

P.R

કવિતાઓ સુસાનાને ખૂબ જ ગમે છે તેથી જ તેણે વસીઉલ્લાહ ખાન(ઈરફાન ખાન) સાથે લગ્ન કર્યા છે. વસીઉલ્લાહ ઉર્ફ મુસાફિર રોમાંટિક પ્રકારના માણસ હતા. દિવસે દિલને સ્પર્શી જનારી ઉમ્દા કવિતાઓની રચના થઈ અને રાત્રે કંઈક બીજુ જ થઈ ગયુ. સુસાનાની વય વધી રહી હતી, પરંતુ સમજદારી નહી. માસ્કોના નિકોલઈ વોસ્કી(એલેક ડ્યાચેકો)ની સાથે તેણે ચોથા લગ્ન કર્યા.

P.R

આ બધા પતિઓના અવસાન પછી પોલીસને આ કેસમાં રસ પડવા માંડ્યો, ખાસ કરીને ઓફિસર કિમત લાલ (અનુ કપૂર)ને. તે સુસાનાની વધુ પડતી મદદ કરવા લાગ્યો. લગ્ન માટે દબાવ કરવા માંડ્યો. તેણે એવી સ્થિતિઓ ઉભી કરી કે સુસાના 'ના' ન કહી શકી. કિમંત લાલ પછી ડો. મધુસુદન તરફદાર(નસીરુદ્દીન શાહ)નો વારો હતો. મધુસૂદનના મોત પછી સૂસાનાએ સાતમાં લગ્ન કર્યા, પોતાના સારા માટે.

P.R

શુ આ બધા પતિ મરવાને લાયક હતા ? શુ તેમની હત્યા કરવી જરૂરી હતી કે તેમની હત્યાઓ લોહિયાળ રમત રમવા માટે કરવામાં આવી હતી ? શુ સુસાનાને ક્યારેય સાચો પ્રેમ મળ્યો હતો ? આ પ્રશ્નોના જવાબ મળશે 'સાત ખૂબ માફ'માં.

નિર્દેશક વિશે : સંગીતકારથી નિર્દેશક બનેલ વિશાલ ભારદ્વાજની ગણતરી વર્તમાનના પ્રતિભાશાળી નિર્દેશકોમાં થાય છે. લીકથી હટીને વાર્તાઓની પસંદગી તેઓ કરે છે અને એને પોતાના મન મુજબ સ્ક્રીન પર રજૂ કરે છે. તેમની ફિલ્મોની ટ્રીટમેંટ, અભિનય અને સંગીત કાયમ ઉલ્લેખનીય હોય છે. મકબૂલ(2004), ઓંકારા(2006), અને કમીને(2009)ના ઉપરાંત તેમને બાળકો માટે પણ બે ફિલ્મો મકડી(2002)અને બ્લૂ અમ્ર્બેલા(2007)બનાવી છે.

વેબદુનિયા પર વાંચો