'સંરકાર રાજ'ને ભલે ફ્લોપ નિર્દેશક રામગોપાલ વર્માએ બનાવી હોય, પરંતુ તે છતા દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કારણ ? આ ફિલ્મમાં બચ્ચન પરિવારનો અભિનય છે અને આ ફિલ્મ હિટ ફિલ્મ 'સરકાર' સાથે સંકળાયેલી છે. આ ફિલ્મ અભિષેક અને રામગોપાલ વર્માને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
'સરકાર રાજ' માં રાજનૈતિક નાટક છે, જે રાજનીતિક શક્તિઓનુ વિશ્લેષણ કરે છે. આ ફિલ્મમાં રાજનીતિના વિકાસની શોધ કરવામાં આવી છે અને આધુનિકતાની સામે પરંપરાને એક નવા દ્રષ્ટિકોણથી જોવાની કોશિશ કરવામાં આવી છે
અનીતા રાજન(એશ્વર્યા રાય બચ્ચન) આંતરરાષ્ટ્રીય કંપની શેપર્ડ પાવર પ્લાંટની સીઈઓ છે, તેઓ મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારમાં પાવર પ્લાંટ સ્થાપવા માંગે છે. પારખી નજર ધરાવતો શંકર (અભિષેક બચ્ચન) આ પ્લાંટના મહત્વને અને તેનાથી થનારા લાભને પારખી લે છે.
સરકાર (અમિતાભ બચ્ચન) પાસે આ પ્લાંટનો વિરોધ કરવાના ઘણા કારણો છે, પરંતુ જીત શંકરના તર્કની થાય છે. અનિતાની સાથે શંકર મહારાષ્ટ્રના ગામડાંઓની મુલાકાત કરવા નીકળી પડે છે જેથી તે લોકોનુ સમર્થન મેળવી શકે.
P.R
આ બધુ કરવુ એટલુ સહેલુ નહોતુ. શંકર અને અનિતાનુ આ સપનુ રાજનીતિક મુદ્દો બની જાય છે. જેને કારણે સરકારના વિરોધી એક થઈ જાય છે અને સરકારના શાસનને કમજોર કરવાના પ્રયત્નો કરે છે. તેઓ ઈચ્છે છે કે સરકારનુ નામ રાજનીતિક પરિદ્રશ્યમાંથી હટાવી દેવામાં આવે.
રામગોપાલ વર્માની 'સરકાર રાજ' એક ગંભીર ફિલ્મ છે અને તેમા અભિષેક અને એશ્વર્યાની વચ્ચે કોઈ પ્રેમ કથા નથી બતાવવામાં આવી.