શોર્ય: ન્યાય,વિશ્વાસ અને સન્માનની વાર્તા

P.R
નિર્દેશક : સમર ખાન
સંગીત ; અદનાન સામ
કલાકાર : રાહુલ બોસ, મિનિષા લાંબા,કે.કે.મેનન, દીપક ડોબ્રિયાન, જાવેદ જાફરી, સીમા વિશ્વાસ, રોજા કેટેલાનો, અમૃતા રાવ(વિશેષ ભૂમિકા)

શોર્ય વાર્તા છે કેપ્ટન જાવેદ ખાનની. જાવેદ પર દેશના વિરુધ્ધ બગાવત અને પોતાના મિત્રની હત્યા કરવા જેવા ગંભીર આરોપો છે, પણ જાવેદને આ વિશે કશુ પણ કહેવુ પસંદ નથી.

અહીં સુધી કે જ્યારે તેનુ કોર્ટ માર્શલ થાય છે ત્યારે પણ જાવેદ ચૂપ જ રહે છે. તે પોતાના બચાવમાં કશુ પણ બોલવાની ના પાડી દે છે. તેણે કેટલાક રહસ્યો છાના રાખ્યા છે, તેનુ માનવુ છે કે જો તે કશુ બોલશે તો તે રહસ્યો બહાર પડશે જે દેશના હિતમાં નથી.

જાવેદની ચુપ્પીથી ઘણા લોકો હેરાન છે. તેના દ્વારા સંતાડાયેલ રહસ્યોને જાણવાની જવાબદારી સિધ્ધાંત અને આકાશને સોપવામાં આવે છે. બંને વકીલ હોવાની સાથે સાથે સારા મિત્રો પણ છે, પરંતુ જીંદગી જીવવા પ્રત્યેની બંનેની દ્રષ્ટિ જુદી જુદી છે. આ કેસ બંનીની આખી જીંદગી જ બદલી નાખે છે.

P.R
ફિલ્મમા કાવ્યા અને બ્રિગેડિયર પ્રતાપ જેવા પાત્રો પણ છે. કાવ્યાને કદી પણ એ નહી સમજાયુ કે સાચુ બોલવુ આટલુ અધરું કેમ છે ? બીજી બાજુ બ્રિગેડિયર પ્રતાપ કેટલાક નિયમો પર ચાલનારો માણસ છે, પછી ભલે તેને માટે તેમણે માણસાઈ વિરુધ્ધ કેમ ન જવુ પડે.

જાવેદ ચૂપ કેમ છે ?
એ રાતે એવુ તો શુ બન્યુ હતુ કે જેને કારણે તેણે પોતાના જ મિત્રનુ ખૂન કરવુ પડ્યુ ?
જો તે બધુ જ બતાવી દેશે તો શુ થશે ?
જાણવા માટે જુઓ 'શોર્ય'.