શોર્ટકટ : ધ કોન ઈઝ ઓન

IFM
બેનર : સ્ટુડિયો 18, અનિલ કપૂર ફિલ્મ્સ કંપન
નિર્માતા : અનિલ કપૂર
નિર્દેશક : નીરજ વોરા
સંગીત : શંકર-અહેસાન-લો
કલાકાર : અક્ષય ખન્ના, અમૃતા રાવ, અરશદ વારસી, ચંકી પાંડે, સિમી ગ્રેવાલ, સંજય દત્ત (વિશેષ ભૂમિકા)

અનિલ કપૂર હવે અભિનયની સાથે સાથે ફિલ્મ નિર્માણમાં પણ સક્રિય છે અને 'ગાંધી માય ફાધર' પછી તેના દ્વારા નિર્મિત ફિલ્મ 'શોર્ટકટ - ધ કોન ઈઝ ઓન' રજૂ થવા માટે તૈયાર છે.

'ફિર હેરાફેરી'બનાવનારા નીરજ વોરાએ આને નિર્દેશિત કરી છે, જ્યારે કે ઘણી સફળ ફિલ્મ બનાવી અને લખી ચુકેલ અનીસ બઝ્મીએ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે. આ ફિલ્મની પુષ્ઠભૂમિમાં બોલીવુડ છે.

IFM
આ ફિલ્મની વાર્તા સંઘર્ષના રસ્તે ઉભા બે યુવકો રાજૂ (અરશદ વારસી) અને શેખર (અક્ષય ખન્ના)ની છે. રાજૂ બોલીવુડમાં અભિનેતા બનવા માંગે છે અને શેખર નિર્દેશક. રાજૂ એક સ્ક્રિપ્ટ ચોરી કરે છે અને સુપરસ્ટાર બની જાય છે. શેખરની સ્ક્રિપ્ટને કોઈએ ચોરી લીધી છે અને તે હજુ પણ સંઘર્ષ કરી રહ્યો છે.

માનસી (અમૃતા અરોરા) એક અભિનેત્રી છે અને શેખરની તરફ આકર્ષિત છે. રાજૂની સાથે તેમની વ્યવસાયિક મૈત્રી છે. છેવટે શેખરનો સંઘર્ષ રંગ લાવે છે અને તેને એક ફિલ્મ નિર્દેશિત કરવાની તક મળી જાય છે. ભાગ્ય બંનેને ફરી સાથે લાવી દે છે, જ્યારે શેખરની ફિલ્મ સુપરસ્ટાર રાજૂ કરે છે.

અહીંથી શરૂ થાય છે લડાઈ ઈગોની અને શરૂ થાય છે મજેદાર ઘટનાઓનો ક્રમ.