લાગા ચુનરીમેં દાગ

IFM
નિર્માતા - આદિત્ય ચોપડા
નિર્દેશક - પ્રદીપ સરકાર
સંગીત - શાંતનું મોઈત્રા
કલાકાર - રાણી મુખર્જી, કોંકણા સેન શર્મા, અભિષેક બચ્ચન, કુણાલ કપૂર, જયા બચ્ચન, અનુપમ ખેર

હવે લાગણીશીલ ફિલ્મો બનવી લગભગ બંધ થઈ ગઈ છે. નિર્માતા-નિર્દેશકોએ આ માની લીધુ છે કે આ પ્રકારની ફિલ્મોને જોવી દર્શકોને પસંદ નથી. આવા સમયે નિર્દેશક પ્રદીપ સરકાર ભાવના અને નારીપ્રધાન ફિલ્મ 'લાગા ચુનરી મે દાગ' લઈને આવી રહ્યા છે. સરકારની પાછલી ફિલ્મ 'પરિણીતા' ને વખાણ અને બોક્સ ઓફિસ પર સફળતા બંનેનો સાથ મળ્યો હતો.

બનારસમાં રહેવાવાળા શિવશંકર સહાય (અનુપમ ખેર) કોલેજમાં પ્રોફેસર હતા. અને હવે સેવા નિવૃત થઈ ગયા છે. તેમના પરિવારમાં પત્ની
IFM
સાવિત્રી (જયા બચ્ચન)સિવાય બે છોકરીઓ બડકી(રાણી મુખર્જી) અને છુટકી (કોંકણા સેન) છે. પ્રોફેસર સાહેબ ત્યારે આર્થિક સંકટમાં પડી જાય છે, જ્યારે તેમની પેંશન કેટલાંક કારણોસર બંધ થઈ જાય છે.

આની સીધી અસર તેમના પરિવાર પર પડે છે. શિવશંકરને લાગે છે કે જો તેમની છોકરીની જગ્યાએ તેમને છોકરો હોતો તો તેમને આ પ્રકારના સંકટનો સામનો ન કરવો પડતો. આ સંકટથી સાવિત્રી અને બડકી સારી રીતે પરિચિત છે પણ તેઓ છુટકી પર તેનો પડછાયો પણ પડવા દેતાં નથી.

આ મુસીબતમાંથી બહાર આવવા માટે બડકી મુંબઈ જવાનો ફેંસલો કરે છે, જેથી છુટકીનું ભણતર ચાલું રહી શકે. શિવશંકર આ ફેંસલાના વિરુધ્ધ છ
IFM
. તેમનુ માનવું છે કે બડકી ત્યાં જઈને પણ કશું નહી કરી શકે.

પિતાનો વિરોધ હોવા છતાં બડકી મુંબઈ કેટલાંક સપના લઈને જાય છે. મુંબઈ આવીને તેને કડવી હકીકતોનો સામનો કરવો પડે છે. તે એક રહસ્યપૂર્ણ જીંદગી જીવવાં માંડે છે. તેને કેટલાંય ત્યાગ કરવા પડે છે. પોતાના પરીવારની દરેક જરૂરિયાત તે પૂરી કરે છે.

IFM
છુટકી પોતાનું શિક્ષણ પુરૂ કરીને મુંબઈ આવી જાય છે. તેને એક વિજ્ઞાપન એંજસીમાં કામ મળી જાય છે. અને તે વિવાન (કુણાલ કપૂર)ને પ્રેમ કરવા માંડે છે. છુટકીના આવ્યાં પછી બડકીની મુસીબત વધી જાય છે. તેને પોતાનું એ રૂપ છુપાવવામાં મુશ્કેલી પડે છે જે તે છુટકીને બતાવવા નથી માંગતી.

બડકીને રોહન(અભિષેક બચ્ચન) જોડે પ્રેમ થઈ જાય છે. આ પ્રેમ વધુ દિવસો સુધી નથી ટકતો. કારણકે બડકીની હકીકતની તેને જાણ થઈ જાય છે. ફિલ્મમાં રસપ્રદ વળાંક ત્યારે આવે છે જ્યારે છુટકીને બડકીની હકીકતની જાણ થઈ જાય છે.
શું છે બડકીનું રહસ્ય ?

શુ રોહન બડકીને અપનાવશે ?

શુ છુટકી પોતાના માતા-પિતાને હકીકતની જાણ કરશે ?

આનો જવાબ મળશે 'લાગા ચુનરીમેં દાગ' જોયા પછી.