લવસ્ટોરી-2050

IFM
નિર્માતા : પમ્મી બાવેજા
નિર્દેશક : હેરી બાવેજા
સંગીત : અનુમલિક
ગીત : જાવેદ અખ્ત
કલાકાર : હરમન બાવેજા, પ્રિયંકા ચોપડા, બોમન ઈરાની, અર્ચના પુરણસિંહ.

બોલીવુડમાં નવા નાયક અને નાયિકાઓનો પ્રવેશ ચાલુ છે. પ્રસિધ્ધ નિર્માતા-નિર્દેશક હૈરી બાવેજાના પુત્ર હરમન બાવેજા અભિનેતાના રૂપમાં 'લવ સ્ટોરી 2050'થી પોતાનુ કેરિયરની શરૂઆત કરવા જઈ રહ્યા છે.

હરમનની શરૂઆતને શાનદાર બનાવવામં કોઈ કસર બાકે નથી મૂકી રહ્યા. ટાઈમ મશીનની અવધારણાને લઈને તેમણે આ ફિલ્મ બનાવી છે. સન 2050ની દુનિયા બતાડવા માટે સ્પેશ્યલ ઈફેક્ટસની મદદ લીધી. ફિલ્મની સ્ટોરીનો સારાંશ કાંઈક આ પ્રમાણે છે.

IFM
જોશથી ભરેલ અને રમતિયાળ સ્વભાવવાળા કરણ (હરમન બાવેજા)ને કાયદામાં બંધાઈને જીવવુ પસંદ નથી. શર્મીલે સના (પ્રિયંકા ચોપડા)ને અનુશાસન પસંદ છે અને તે પોતાનુ જીવન પોતે બનાવેલા નિયમો મુજબ જીવે છે. અંતર હોવા છતાં બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે.

ડો. યતિદર ખન્ના(બોમન ઈરાની) કરણના અંકલ છે. તેઓ વર્ષોથી ટાઈમ મશીન બનાવી રહ્યા છે અને છેવટે સફળ થયા. સનાને જ્યારે આ વિશે જાણ થાય છે તેઓ તે ટાઈમ મશીન દ્વારા ભવિષ્યનુ મુંબઈ જોવાની ઈચ્છા પ્રગટ કરે છે.

કરણ, સના, યતિંદર, રાહુલ અને થિયા(સનાના નાના ભાઈ-બહેન) ઈ.સ. 2050ના મુંબઈમાં પહોંચી જાય છે. વાહ, શુ અદભૂત દ્રશ્ય છે. ઉડતી મોટરગાડીઓ અને રેલગાડી, 200માળ ઉંચી ઈમારતો, કામ કરતા રોબોર્ટ. વિશ્વાસ નથી થતો કે આ જ આપણુ મુંબઈ છે.

IFM
એવી ઘટનાઓ બનવા માંડે છે કે કરણ અનુભવે છે કે સનાથી તે દૂર જઈ રહ્યો છે. એવામાં ક્યૂટી(રોબોટ) અને બૂ(રોબોટિક ટેડી બિયર) કરણ અને સનાને નજીક લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

આ દરમિયાન તેને ભવિષ્યના દેવતા ડૉ. હોશીની ધમકીઓ મળે છે. કરણ કેવી રીતે તેનો સામનો કરે છે, અને પોતાના પ્રેમને મેળવે છે અને વાસ્તવિક સમયમાં પાછો ફરે છે, તે આ ફિલ્મનો સાર છે.