રોકેટ સિંહ - સેલ્સમેન ઓફ ધ ઈયર

બેનર - યશ રાજ ફિલ્મ્સ
નિર્માતા - આદિત્ય ચોપડા
નિર્દેશક - જયદીપ સાહની
સંગીત - સલીમ મર્ચંટ, સુલેમાન મર્ચંટ
કલાકાર - રણવીર કપૂર, શાજાન પદ્મસી, ગૌહર ખાન

રીલિઝ ડેટ - 11 ડિસેમ્બર 2009

સતત બે ફિલ્મો 'વેક અપ સિડ' અને 'અજબ પ્રેમ કી ગજબ કહાની' પછી રણબીર કપૂરની લોકપ્રિયતા અને સ્ટાર વેલ્યૂમાં જોરદાર વધારો થયો છે. તેથી તેમની આગામી ફિલ્મ 'રોકેટ સિંહ - સેલ્સમેન ઓફ ધ ઈયર' પ્રત્યે અપેક્ષાઓ વધી ગઈ છે.

બોલીવુડના પ્રતિષ્ઠિત બેનર યશરાજ ફિલ્મ્સે આ ફિલ્મનુ નિર્માણ કર્યુ છે. 'ચક દે ઈંડિયા' અને 'અબ તક છપ્પન' જેવી ફિલ્મો નિર્દેશિત કરનારા શિમિત અમીને આને નિર્દેશિત કરી છે.

આ ફિલ્મની વાર્તા છે હરપ્રીત સિંહ બેદી(રણબીર કપૂર)ની, જે તાજેતરમાં જ ગ્રેજ્યુએટ થયો છે. એક સામાન્ય માણસની જેમ હરપ્રીતના પણ એટલા માર્ક્સ નથી આવ્યા કે એ અભિમાનપૂર્વક કોઈને બતાવી શકે. તેને પરિક્ષામાં મેળવેલ નંબર વિશે વાત કરવામાં પણ શરમ આવે છે. પરંતુ આ નંબર તેના એક શાનદાર કેરિયર બનવાના સપનામાં બાધક નથી.

હરપ્રીતે એક સકારાત્મક વિચાર સાથે ઉંડો શ્વાસ લીધો અને સેલ્સની દુનિયામાં કૂદી પડ્યો. તે જાણતો હતો કે મેડિકલ, એંજીનિયરિંગ અને બિઝનેસ સ્કૂલની બ્રેનલેસ પરીક્ષા આપીને તેને કંઈજ મળવાનુ નથી.

IFM
હરપ્રીતને લાગવા માંડ્યુ કે સેલ્સમેન બનીને તેનુ સપનુ પુરૂ થઈ ચૂક્યુ છે. આ દુનિયાના લોકો સારા કપડા પહેરીને, મીઠી મીઠી વાતો કરી એસ્કિમોને બરફ વેચી દે છે અને મરતા માણસને લાઈફ ટાઈમ કનેક્શન અપાવી દે છે. પરંતુ ટૂંક સમયમાં જ હરપ્રીતની સફળ થવાનો વિચાર તેની લાઈનના બોસીસને ખટકવા માંડે છે.

'રોકેટ સિંહ - સેલ્સમેન ઓફ ધ ઈયર'ની વાર્તા ક્યારેક વિચારહીન થઈ જાય છે તો ક્યારેક વિચારશીલ. આ એવા ફ્રેશ ગ્રેજ્યુએટની સ્ટોરી છે જે પૂરી ન થઈ શકવાની પ્રોફેશનલ ડિમાંડ્સ અને પોતાના દિલની અવાજ વચ્ચે સંતુલન બનાવતા એક એવા રસ્તે ચાલે છે જે તેની દુનિયાને ઉથલાવી નાખે છે.

વેબદુનિયા પર વાંચો