યે સાલી જીંદગી

P.R
બેનર : સિને રાસ એંટરટેનમેંટ પ્રા લિ. પ્રકાશ ઝા પ્રોડક્શંસ
નિર્માતા : પ્રકાશ ઝા
નિર્દેશક : સુધીર મિશ્રા
સંગીત ; નિશાંત ખાન, અભિષેક રે
કલાકાર : ઈરફાન ખાન, ચિત્રાંગદા સિંહ, અરુણોદય સિંહ, અદિતી રાવ, સૌરભ શુક્લા, સુશાંત સિંહ, યશપાલ શર્મા.

રિલીઝ ડેટ - 4 ફેબ્રુઆરી 2011.

કેટલીક ગોળીઓ મારી નાખે છે તો કેટલીક જીવ બચાવવામાં કામ આવે છે. આ જ વાત સ્ત્રી માટે પણ કહી શકાય છે.

P.R
પ્રીતિની જીંદગી અરુણને બચાવવાની છે, કારણ કે પ્રીતિને તે ખૂબ જ પ્રેમ કરે છે, પરંતુ એ પહેલા શ્યામની જીંદગી બચાવવાની છે કારણ કએ પ્રીતિ શ્યામને પ્રેમ કરે છે. શ્યામ ટૂંક સમયમાં જ એક શક્તિશાળી નેતાનો જમાઈ બનવાનો છે.

બીજી બાજુ કુલદીપની પાસે એક કામને અંજામ આપવા માટે ખૂબ ઓછો સમય છે. આ ગેંગસ્ટર પોતાનું છેલ્લુ કામ કરી રહ્યો છે. કારણ કે તેની પત્નીએ તેને ધમકી આપી છે કે જો તેણે આ કામ બંધ નહી કર્યુ તો તે એની જીંદગીમાંથી જતી રહેશે. કુલદીપને શક છે કે તેની પત્ની તેને એ માટે છોડી કરી રહી છે કે તે કોઈ બીજાને પસંદ કરવા માંડી છે.

કુલદીપને એ વાતની જાણ જ નથી કે મંત્રીની પુત્રીએ શ્યામ સાથે સગાઈ તોડી નાખી છે. હવે એ છોકરીને એ વાતની ચિંતા નથી કે શ્યામ જીવે કે મરે. ન તો મંત્રીને એ વાતની ચિંતા છે કે જેના દ્વારા કુલદીપ ખંડણી વસૂલવાની તાકમાં છે.

પ્રીતિ મુસીબતોમાં ફંસાય જાય છે. અરુણ તેને મુશ્કેલીઓમાંથી બહાર કાઢવાના પ્રત્યનમાં છે. જેને માટે તે પોતાનો જીવ પણ જોખમમાં નાખી દે છે. અરુણને ઘણીવાર આશ્વર્ય પણ થાય છે કે કેમ તે પ્રીતિ માટે આ બધુ કરી રહ્યો છે, જ્યારે કે પ્રીતિના દિલમાં તો કોઈ બીજુ જ વસેલુ છે. પરંતુ પ્રીતિના પ્રત્યે તેનો પ્રેમ તેને આ બધુ કરવા મજબૂર કરે છે.

P.R
આ દરમિયાન કેટલાક ડોન પણ બેંકોક પહોંચી જાય છે, જેમના ઈરાદા કંઈક બીજા જ છે. ઝડપથી દોડતી ભાગતી વાર્તા ક્લાઈમેક્સ સુધી પહોંચે છે, જ્યા દરેકને પોતાની જીંદગી અને પ્રેમને બચાવવાની છે.

કોને પ્રેમ મળે છે, કોને પૈસો અને કોણ પોતાની જીંદગી બચાવવામાં સફળ થાય છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. કંઈક એવુ થઈ જાય છે, જેના વિશે કોઈએ વિચાર્યુ પણ નહોતુ.

'યે સાલી જીંદગી' એક થ્રિલરમાં લપેટાયેલી પ્રેમ વાર્તા છે. જે એ બતાવે છે કે પોતાના પ્રેમને બચાવવા માટે એક વ્યક્તિ કેટલી હદ સુધી જઈ શકે છે.

વેબદુનિયા પર વાંચો