યુવરાજ

IFM


નિર્માતા-નિર્દેશક - સુભાષ ઘ
ગીતકાર : ગુલઝાર
સંગીત : એ.આર.રહેમા
કલાકાર : સલમાન ખાન, કેટરીના કેફ, અનિલ કપૂર, જાયેદ ખાન, બોમન ઈરાની, મિથુન ચક્રવર્તી(વિશેષ ભૂમિકા)

'યુવરાજ' સુભાષ ઘઈની એક સંગીતમય સ્ટોરી છે, જેમાં આજની યુવા પેઢીના વિચારોને બતાવવામાં આવ્યા છે. આ પેઢી સંબંધો અને મૂલ્યોને બદલે પૈસા અને લાઈફસ્ટાઈલને વધુ મહત્વ આપે છે. ફિલ્મમાં ત્રણેય મુખ્ય કલાકારોને સંગીતજ્ઞ બતાવવામાં આવ્યા છે.

શ્રીમંત પિતાના ત્રણ પુત્રો દેવેન યુવરાજ(સલમાન ખાન), જ્ઞાનેશ(અનિલ કપૂર) અને ડેની(જાયેદ ખાન) છે. ત્રણેનુ પાલન પોષણ જુદી જુદી રીતે થયુ છે, તેથી ત્રણેયનુ વ્યક્તિત્વ એકબીજાથી જુદુ છે.

જીંદગી પ્રત્યેનો જુદો નજરિયો રાખનારા આ ત્રણેય પુત્રો પોતાના પિતાની મિલકત મેળવવા માટે એક-બીજાની સામે આવે છે. કેવી રીતે તેઓ એકબીજાનો સામનો કરે છે, રમત રમે છે એ સુભાષ ઘઈએ રોચક અંદાજમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે.

ઘઈએ 'યુવરાજ'ના દ્વારા વર્તમાન સમયના યુવાઓના મન ટટોલવાનો પ્રયત્ન કર્યો છે. તેમનો ગુસ્સો, અતિ આત્મવિશ્વાસ, વિચારો, જીંદગી પ્રત્યેનો તેમનો દ્રષ્ટિકોણને સંગીતની સાથે સ્ક્રીન પર રજૂ કર્યો છે.

વેબદુનિયા પર વાંચો