'મુસ્કરા કે દેખ જરા' યુવા પેઢીને ધ્યાનમાં મુકીને બનાવવામાં આવી છે. આ વાર્તા છે વિવેક અને પ્રીતિની, જેની જીંદગીમાં રોમાંસ છે, રિસામણા છે, મનાવવુ છે.
જીંદગી પ્રત્યે વિવેકનો દ્રષ્ટિકોણ અનોખો છે. તે હંમેશા સકારાત્મક દ્રષ્ટિકોણ રાખે છે અને પોતાના મિત્રોની વચ્ચે સકારાત્મકતા ઉર્જા ફેલાવે છે.
IFM
વિવેકની સાથે એક એવી શરમજનક ઘટના બને છે કે તે પોતાના શહેરથી ભાગીને મુંબઈ આવી જાય છે, જ્યાં તેને પ્રીતિ સાથે પ્રેમ થઈ જાય છે. પ્રીતિ એક ઉદ્યોગપતિની પુત્રી છે. સુંદર હોવાની સાથે સાથે તે બુધ્ધિમાન પણ છે.
'મુસ્કરા કે દેખ જરા'ની વાર્તા ફક્ત પ્રેમ અને નિરાશાની જ નહી પરંતુ વિવેકની જીંદગીના એ ઉતાર-ચઢાવને પણ બતાવે છે જેનો એ હસતાં-હસતા સામનો કરે છે.