ટી-સીરિજ દ્રારા નિર્મિત ફિલ્મ 'ભૂલભૂલૈયા' 1993માં બનેલી સુપરહિટ ફિલ્મ 'મણિચિત્રા થાજૂ' ની હિંદી રીમેક છે. મલયાલમ ફિલ્મનું નિર્દેશન ફાજિલે કર્યુ હતુ. અને પ્રિયદર્શને તેમના સહાયકના રૂપે કામ કર્યુ હતુ. હવે તેઓ પોતાના ગુરૂના ફિલ્મને હિંદીમાં રજૂ કરી રહ્યા છે.
પ્રિયદર્શન આ ફિલ્મને એક લાંબા સમયથી બનાવવાની ઈચ્છા રાખતા હતા. પણ વાત હવે જામી. તેમના કહેવા પ્રમાણે આ ફિલ્મમાં હ્યૂમન સાઈકોલોજીની મદદ લેવામાં આવી છે. અને તેની કેટલીક અજાણ વાતોને પહેલીવાર દર્શકોની સામે રજૂ કરવાની કોશિશ કરવામાં આવી છે.
વાત એક ગામની છે. આ ગામમાં જૂની વિચારસરણી ધરાવતા લોકોની સંખ્યા વધુ છે. ગામમાં એક બ્રાહ્મણ પરિવાર પણ રહે છે. તેના મુખી બદ્રીનારાયણ ચતુર્વેદી (મનોજ જોશી) છે. તેમનો એક મહેલ છે, જેના વિશે લોકોનું માનવું છે કે તેની અંદર ભૂતનો વાસ છે.
IFM
એક દિવસ અમેરિકાથી બદ્રીના મોટાભાઈનો છોકરો સિધ્ધાર્થ(શાઈની આહૂજા) પોતાની પત્ની અવની(વિદ્યા બાલન)ની સાથે ગામમાં પરત ફરે છે. કુંટુંબમા તેનુ સ્વાગત ખૂબ જ ઉમળકાથી થાય છે. સિધ્ધાર્થને ભૂત-પ્રેતની વાતો પર બિલકુલ વિશ્વાસ નથી. તે મહેલમાં જ રહેવાની જીદ કરે છે. અને કુટુંબવાસીયોનો વિરોધ હોવા છતાં ત્યાં જ રહે છે. સિધ્ધાર્થના ઘરના લોકોનું માનવુ છે કે જો સિધ્ધાર્થ ત્યાં જશે તો કુંટુંબ પર આફત આવી શકે છે.
IFM
સિધ્ધાર્થ જેવો મહેલમાં જાય છે તે દિવસથી જ રહસ્યમય ઘટનાઓ બનવા માંડે છે. આ મુસીબતમાં સિધ્ધાર્થને પોતાના ડોક્ટર દોસ્ત આદિત્ય શ્રીવાસ્તવ (અક્ષય કુમાર)ની યાદ આવે છે. આદિત્ય ગામમાં આવે છે અને મહેલમાં થઈ રહેલી ઘટનાઓનું રહસ્ય શોધવાની જવાબદારી ઉઠાવી લે છે.
આધુનિક સાધનોની મદદથી આદિત્ય અપરાધીને પકડવાની કોશિશ કરે છે. આદિત્યને લાગે છે કે આ બધુ એટલું સરળ નથી, જેટલુ તેને લાગે છે.
કોણ છે આ રહસ્યમય ઘટનાઓની પાછળ ?
IFM
તેનો ઉદ્દેશ્ય શું છે ? શું આ ઘટનાઓ પાછળ કોઈ ભૂત-પ્રેતનો હાથ છે ? શુ આદિત્ય આ ઘટનાઓ પરથી પરદો ઉઠાવી શકશે ? જાણવા માતે જુઓ 'ભૂલભૂલૈયા'