બેંડ બાજા બારાત : પ્રેમ વગરનો વેપાર

બેનર : યશરાજ ફિલ્મ્સ
નિર્માતા : આદિત્ય ચોપડા
નિર્દેશક : મનીષ શર્મા
સંગીત : સલીમ-સુલેમાન
કલાકાર : અનુષ્કા શર્મા, રણવીર સિંહ
રીલિઝ ડેટ : 10 ડિસેમ્બર 2010
P.R

અનુષ્કા શર્માની યશરાજ ફિલ્મ્સ સાથે 'બેંડ બાજા બારાત'ના રૂપમાં આ ત્રીજી ફિલ્મ છે. આ જ બેનરે 'રબ દે બના દી જોડી' દ્વારા અનુષ્કાને લોંચ કરી હતી અને 'બદમાશ કંપની' તેની બીજી ફિલ્મ હતી. આ ફિલ્મ દ્વારા રણવીર કપૂરને એક હીરો તરીકે લોંચ કરવામાં આવી રહ્યા છે.

P.R

ફિલ્મના નામથી અંદાજ લગાડી શકાય છે કે આની વાર્તા લગ્નની આજુબાજુ ફરે છે. શ્રુતિ(અનુષ્કા શર્મા)ની વય 20 વર્ષની આસપાસ હોય છે. તે દિલ્લીના એક મધ્યમવર્ગીય પરિવારની છે. કોલેજના ફાઈનલ વર્ષમાં છે અને જીંદગીમાં તેનુ લક્ષ્ય સ્પષ્ટ છે. બિટ્ટો (રણવીર સિંહ)દિલ્લી યૂનિવર્સિટીના અંતિમ વર્ષનો વિદ્યાર્થી છે. તે ફક્ત મોજ-મસ્તી કરવુ જાણે છે અને કોઈપણ વસ્તુ પ્રત્યે ગંભીર નથી.

N.D

સંયોગથી બંને મળે છે અને બિઝનેસ પાર્ટનર બની જાય છે. 'વેડિંગ પ્લાનિંગ બિઝનેસ' શરૂ કરે છે. બિઝનેસ શરૂ કરતા પહેલા તેઓ કેટલાક નિયમો બનાવે છે, જેમાં સૌથી પહેલો રહે છે 'જેની સાથે વેપાર કરો, તેની સાથે ક્યારેય પ્રેમ ન કરો' મતલબ દોસ્તીથી આગળ નહી વધવાનુ.

દિલ્લીના ભવ્ય લગ્ન દરમિયાન બંનેની મૈત્રી અને બિઝનેસમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે. બંનેને એકબીજાને નિકટથી જાણવાની તક મળે છે, અને તેમણે પોતે બનાવેલા નિયમોનો બેંડ વાગી જાય છે.


P.R

દિલ્લીના ભવ્ય લગ્ન દરમિયાન બંનેની મૈત્રી અને બિઝનેસમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે. બંનેને એકબીજાને નિકટથી જાણવાની તક મળે છે, અને તેમણે પોતે બનાવેલા નિયમોનો બેંડ વાગી જાય છે.

વેબદુનિયા પર વાંચો