કેટલાક સંદેશની સાથે 'પાઠશાલા' ફિલ્મ એ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરી રહી છે જે આજની એજ્યુકેશન સિસ્ટમ સાથે જોડાયેલ છે. આ આજની શાળાની ખામી અને કમી પર પ્રકાશ નાખે છે. આજે ટીચિંગ પ્રોફેશનમાંથી નૈતિકતા ગાયબ થઈ ગઈ છે અને તેણે એક વ્યવસાયનુ રૂપ લઈ લીધુ છે. અમારા બાળકોના ભવિષ્ય અને સમાજ પર પડનારા આના પ્રભાવને ફિલ્મમાં રેખાંકિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.