શૂટ આઉટ એડ વડાલામાં એક વાર ફરી મુંબઈના ગેંગસ્ટરની સ્ટોરી જોવા મળશે. આ ગેંગસ્ટર્સએ હંમેશા ફિલ્મકારોનું ધ્યાન આકર્ષિત કર્યુ છે અને આપણને ઘણી ફિલ્મો જોવા મળી છે.
P.R
P.R
સાચી ઘટના પર આધારિત શૂટ આઉટ એટ લોખંડવાલા સાથે સંજય ગુપ્તા સંકળાયેલા હતા. આ ફિલ્મમને બોક્સ ઓફિસ પર સફળતા મળી હતી. આ જ કારણ છે કે તેમણે અંડરવર્લ્ડના ગેંગસ્ટર માન્યા સુર્વે અને દાઉદની ઈબ્રાહિમની દુશ્મની પર આધારિત શૂટઆઉટ એટ વડાલા બનાવી છે.
P.R
P.R
આ ફિલ્મમાં તેમની દુશ્મની જ નહી પણ દાઉદના ભાઈ શબ્બીરની મોત અને માન્યાના એંકાઉંટરને પણ બતાવવામાં આવ્યુ છે. કહેવાય છે કે માન્યાના એનકાઉંટરની યોજના દાઉદે જ બનાવી હતી
P.R
P.R
હુસૈન જૈદીનુ પુસ્તક 'ડોગરી ટૂ દુબઈ' પર આ ફિલ્મ આધારિત છે. એક નવેમ્બર 1982ના રોજ મુંબઈ સ્થિત વડાલામાં માન્યાનુ એનકાઉંટર કરવામાં આવ્યુ હતુ. તેથી તેનુ નામ શૂટઆઉટ એટ વડાલા રાખવામાં આવ્યુ છે.