મિલ્ખા સિંહનુ નામ ભારતના મહાન એથલીટ્સમાં લેવામાં આવે છે અને તેમના પર રાકેશ ઓમપ્રકાશ મેહરાએ 'ભાગ મિલ્ખા ભાગ' ફિલ્મ બનાવી છે. ફિલ્મની સ્ક્રિપ્ટથી મિલ્ખા સિંહ એટલા ખુશ થયા કે તેમને માત્ર એક રૂપિયો લઈને પોતાની જીંદગી પર ફિલ્મ બનાવવાની મંજૂરી આપી દીધી. ફરહાનના લુક અને અભિનયથી પણ મિલ્ખા ખૂબ જ પ્રભાવિત થયા.
P.R
ફિલ્મનુ નમ મિલ્ખાના પિતા દ્વારા બોલવામાં આવેલ છેલ્લા શબ્દોથી લેવામાં આવ્યુ છે. ભારતના ભાગલા દરમિયાન જ્યારે હિંસા ફાટી નીકળી હતી ત્યારે મિલ્ખાનો પરિવાર પણ તેનો શિકાર બન્યો હતો. તોફાની તત્વોથી બચવા માટે મિલ્ખાના પિતાએ મિલ્ખાને કહ્યુ હતુ 'ભાગ મિલ્ખા ભાગ'
P.R
આ ફિલ્મમાં બતાવાયુ છે કે કેવી રીતે મિલ્ખાએ પોતાનુ બાળપણ ગુમાવ્યુ, બેઘર થયો, કેટલાક અપરાધ કર્યા, એક યુદ્ધ જોયુ અને તમામ વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરીને રમતના મેદાન પર જોરદાર સફળતા મેળવી. મિલ્ખા સિંહના જીવન પરથી એ બતાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે પડકારનો સામનો કરવો હોય તો તેનાથી ભાગવાને બદલે તેનો સામનો કરવુ સરળ હોય છે.