નવી ફિલ્મ : ફેરારી કી સવારી

બેનર : વિધુ વિનોદ ચોપડા પ્રોડક્શન્સ
નિર્માતા : વિધુ વિનોદ ચોપડા
નિર્દેશક : રાજેશ માપુસ્કર
સંગીત - પ્રીતમ ચક્રવર્તી
કલાકાર : શરમન જોશી, બોમન ઈરાની, ઋત્વિક સાહારે, વિદ્યા બાલન(મહેમાન કલાકાર)
રજૂઆત તારીખ : 15 જૂન 2012
P.R

ફરારી કી સવારી પિતા અને પુત્રના સંબંધો પર આધારિત છે. રૂસીના પુત્રને ક્રિકેટ સિવાય કશુ જ સૂઝતુ નથી. તેણે એક મોટુ સપનું જોયુ છે, લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉંડ પર રમવાનુ. રૂસી પોતાના પુત્ર પર વધુ પડતો મોહિત છે. તે તેનું દરેક સપનું પુરૂ કરવા માંગે છે, ભલે પછી મોટાભાગના સપનાં તેના ગજાં બહારના હોય.


P.R

સીધો સાદો ઈમાનદાર રૂસી એક દિવસ ચમકતી લાલ ફરારી પોતાના માલિકની મંજૂરીથી એક કલાક માટે માંગીને લઈ આવે છે. તેને નહોતી જાણ કે ફરારી તેના હાથમાં આવતા જ તેના જીવનમાં ભૂચાલ આવી જશે.

ફરારીમાં બેસવાની ધૂનમાં શરૂ થાય છે એક યાત્રા. આ મુસાફરીમાં ઘણા રસપ્રદ પ્રકારના લોકો સાથે મુલાકાત થાય છે. જેવુ કે એક વેડિંગ પ્લાનર, લોરેલ અને હાઁર્ડી જેવી જોડી, લાલચી નેતા અને તેનો બેદરકાર પુત્ર, કાર ચોરનાર મિકેનિક તેમનો હમસફર બને છે.

P.R

બેઈમાન અને ચોરોથી ભરેલી દુનિયામાં જ્યારે ફરારી દોડે છે તો ઘણા ઝખ્મ તાજાં થઈ જાય છે અને દુશ્મનીના અધ્યાય ફરી ખુલી જાય છે. એક જ રાત્રે એટલુ બધુ બની જાય છે કે ઘણા લોકોની જીંદગીની દિશા જ બદલાય જાય છે.

વેબદુનિયા પર વાંચો