નવી ફિલ્મ : 'કાઈ પો છે' ની સ્ટોરી

બેનર : યૂટીવી સ્પોટ બોય
નિર્માતા : રોની સ્ક્રૂવાલા, સિદ્ધાર્થ રોય કપૂ
નિર્દેશક : અભિષેક કપૂર
સંગીત : અમિત ત્રિવેદી
કલાકાર : સુશાંત સિંહ રાજપૂર, અમિત સાદ, રાજકુમાર યાદવ, અમૃતા પુરી
રજૂઆત તારીખ : 22 ફેબ્રુઆરી 2013
P.R

'કાઈ પો છે એક હિંદી મૂવી છે, પણ તેનુ નામ ગુજરાતીમાં છે. કારણ કે આ ફિલ્મની સ્ટોરી અમદાવાદમાં બનેલ છે તેથી તેનુ નામ ગુજરાતીમાં મુકવામાં આવ્યુ છે. જે રીતે બીજાની પતંગ કાપતા ચીસો પાડવામાં આવે છે 'એ કાપ્યો' એ જ રીતે ગુજરાતીમાં 'કાઈ પો છે' કહેવામાં આવે છે. આ ફિલ્મ ચેતન ભગતના ઉપન્યાસ 'ધ થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ' પર આધારિત છે અને આને અભિષેક કપૂરે નિર્દેશિત કરી છે. અભિષેક આ પહેલા 'રોક ઓન' જેવી સફળ ફિલ્મ બનાવી ચુક્યા છે.

P.R

અમદાવાદમાં ઈશાન, ગોવિંદ અને ઓમી નામના ત્રણ મિત્રો રહે છે. આ યુવાઓના કેટલાક સપના છે જેને તેઓ પૂરા કરવા માંગે છે. ગોવિંદનું સપનુ પોતાનો વ્યવસાય શરૂ કરવાનો છે. પોતાના મિત્રો ઈશાન અને ઓમીનો ક્રિકેટ માટેનો ક્રેઝ જોઈને તે ક્રિકેટ સાથે સંકળાયેલ વસ્તુઓ અને તેના અંગેનુ પ્રશિક્ષણ આપવાની દુકાન ખોલે છે. જો કે ત્રણેયનો ધ્યેય એકદમ જુદો છે.

P.R

ગોવિંદ પૈસા કમાવવા માંગે છે. અલી નામના શાનદાર બેટ્સમેનને ઈશાન પ્રશિક્ષિત કરી આગળ વધારવા માંગે છે. ઓમીને પોતાના મિત્રોનો સાથ પસંદ છે તેથી તે તેમની સાથે છે. શહેરમાં કેટલીક એવી ઘટનાઓ ઘટે છે કે સમય અને પરિસ્થિતિના મુજબ તેમની મૈત્રી અને જીંદગીમાં બદલાવનો રંગ જોવા મળે છે. 13 ફેબ્રુઆરી 2013ના રોજ આ ફિલ્મનુ પ્રદર્શન ઈંટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કરવામાં આવ્યુ હતુ અને 1600 સીટવાળુ ઓડિટોરિયમની ટિકિટ એક દિવસ પહેલા જ વેચાય ગઈ. જેમા 'કાઈ પો છે'.

વેબદુનિયા પર વાંચો