'ધોખા'-આતંકની હકીકત

IFM
નિર્માતા - મુકેશ ભટ્
નિર્દેશક - પૂજા ભટ્ટ
સંગીત- એમએમ ક્રીમ - શિરાજ ઉપ્પલ
કલાકાર - મુજામ્મિલ ઈબ્રાહીમ, તુલિપ જોશી, અનુપમ ખેર, ગુલશન ગ્રોવર, આશુતોષ રાણા.

'ધોખા' ફિલ્મની વાર્તા છે એક પોલિસ ઓફિસર જૈદ અહમદની. જૈદ મુંબઈમાં પોલિસ ઓફિસર છે. તે પોતાના કામ ને સમર્પિત છે. ફર્જથી વધુ તેની માટે કશુ જ નથી. તેના કામને કારણે લોકો તેને સન્માનની દ્રષ્ટિએ જોવે છે.

પોલિસ ઓફિસરની જીંદગીમાં બધી બહુ મુશ્કેલીઓ રહેતી હોય છે. તેમ છતાં આ બધાની વચ્ચે પણ તેને રહેતા આવડી ગયુ છે. એક રાતે શહેરની ન્યૂ સેચુંરી કલબમાં બોમ્બ વિસ્ફોટ થાય છે. જૈદ બધું ભૂલીને દુર્ઘટનાથી પ્રભાવિત લોકોની મદદ કરે છે. તે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જાય છે.

હોસ્પિટલમાં એક લાશ જોઈને તેનું દિલ ઘ્રુજી જાય છે. તે લાશ તેની પત્ની સારા ની હોય છે. તેની સ્થિતિ ત્યારે વધુ ખરાબ થઈ જાય છે કે તેની પત્નીએ જ સુસાઈડ બોમ્બર બનીને વિસ્ફોટ કર્યો હતો.

જૈદને આ વાત પર ભરોસો જ નથી આવતો કે તેની પત્ની આવું કરી શકે છે. સારા ખૂબ જ સુંદર અને બુધ્ધિમાન મહિલા હતી. જૈદ તે ખુશનુમાં
IFM
પળોને યાદ કરે છે જે તેણે પોતાની પત્ની સાથે વિતાવ્યા હતા.

'ધોખા' માં ત્રાસવાદીઓના મૂળ સુધી જવાની કોશિશ કરવામાં આવી છે. ફિલ્મ દ્રારા નિર્દેશક પૂજા ભટ્ટે એક સંવેદનશીલ અને વિચારોત્તેજક મુદ્દો ઉઠાવ્યો છે.