મુંગીલાલ (અનુપમ ખેર) 70ના દશકામાં મુંબઈમાં ભાઈગીરી કરતા હતા. તેમનો મિત્ર જીગ્નેશ(સતીષ શાહ) તેમનો બીજનેસ એડવાઈઝર હતો. જ્યારે પોલીસે તેમને પકડવા માટે નાકાબંધી કરી તો તે બંને બેંકોક ભાગી ગયા. મુંગીલાલ બેંકોકના ડોન બની ગયા.
એએબીએમ(ઓલ એશિયન ભાઈ મીટ)ની બેઠક થઈ રહી છે અને વિષય છે કે એશિયામાં ભાઈગીરી કેમ ઘટી રહી છે ? મુંગીના દુશ્મન ફુરસત લાલા (ગુલશન ગ્રોવર)ની પાસે એક યોજના છે, જેના મુજબ અલીબાગમાં એક જમીન છે તેના પર કેસિનો ખોલીને ભાઈગીરીનો વ્યવસાય વધારી શકાય છે.
તેને માટે મુંગીલાલને વારસદારની જરૂર છે, જે મુંબઈમાં બેસીને આ યોજના અમલમાં લાવી શકે. મૂંગીનુ કોઈ વારસદાર નથી તેથે ફુરસત લાલા મુંબઈના ડોન બનવાના સપના જોવા માંડે છે.
IFM
મૂંગીલાલ એવુ કહીને સૌને ચોંકાવી દે છે કે તેનો એક વારસદાર છે. જેને સામે લાવવા માટે તે એક મહિનાનો સમય માંગે છે, જે એને આપવામાં આવે છે. મૂંગીનો મિત્ર જીગ્નેશને ખૂબ જ નવાઈ લાગે છે કે લગ્ન કર્યા વગર મૂંગીનો વારસદાર કયાંથી આવી ગયો ? મૂંગી એ જમીન પર હોસ્પિટલ બનાવવા માંગે છે.
મૂંગીને તેની બહેન અંગૂરી(ભાવના બલસાવર)નો એક પત્ર મળે છે. અંગૂરીને મૂંગી વર્ષો પહેલા ઘરમાંથી કાઢી મૂકે છે કારણ કે તે એક સંગીત શિક્ષક સાથે લગ્ન કરવા માંગતી હતી.
તે પત્રમાં લખ્યુ હોય છે કે અંગૂરીએ કમલ નામની એક સંતાનને જન્મ આપ્યો હતો. મૂંગી આ વાંચીને ખૂબ જ ખુશ થાય છે કારણ કે કમલ હવે મોટો થઈ ગયો હશે. તે કમલને શોધવાની જવાબદારી જાસૂસ જોની ઈગ્લિશ(સતીશ કૌશિક)ને આપે છે. જોની દાવો કરે છે કે તે 20 દિવસમાં કમલને શોધી કાઢશે. જેના બદલામાં મૂંગી તેને 50 લાખ રૂપિયા આપવાનું વચન આપે છે.
જોની એક એનઆરઆય (સમીર દત્તાની) ને પટાવે છે કે તેઓ કમલ બની જાય. બંને મૂંગીની પાસે જાય છે અને સમીરને જોની, કમલના રૂપમાં રજૂ કરે છે. અચાનક એક બીજો છોકરો (શાદ રંધાવા) આવે છે અને તે પોતાની જાતને કમલ બતાવે છે.
સ્થિતિ ત્યારે બગડી જાય છે જ્યારે કમલ નામની એક છોકરી(આરતી છાબરિયા) આવે છે અને પોતાની જાતને કમલ બતાવે છે. અંગૂરીના પત્રમાં આ સ્પષ્ટ નહોતુ કે કમલ છોકરો છે કે છોકરી.
IFM
જિયા(શમા સિકંદર) પોતાની જાતને કમલની ગર્લફ્રેંડ બતાવે છે. મૂંગીલાલ મુશ્કેલીમાં મુકાય જાય છે અને બધાને પોતાની ઘરે ત્યાં સુધી રોકી લે છે જ્યાં સુધી કમલની ઓળખાણ ન થઈ જાય.
કોણ છે અસલી કમલ ? મૂંગી કેવી રીતે ઓળખશે અસલી કમલને ? નકલી કમલની યોજના શુ છે ? આનો જવાબ મળશે 'ધૂમ ધડાકા'માં.