નિર્માતા : રવિ વાલિયાનિર્દેશક : ઈ.નિવાસસંગીત : વિશાલ શેખરકલાકાર : આફતાબ શિવદાસની, રિતેશ દેખમુખ, આયેશા ટાકિયા, રિમી સેન, સતીશ શાહ, સૌરભ શુક્લા. દે તાલી દોસ્તોની વાર્તા છે જેમની જીંદગીની અંદર પ્રેમ અને હાસ્ય છે. તેમના મતે જીંદગીનો અર્થે છે દોસ્તી અને દોસ્તીનો અર્થ છે પ્રેમ. પગલૂ, અમૂ અને અભિને દોસ્તીમાં બાંધીને રાખ્યાં છે. તેઓ દરેક કામ સાથે કરે છે અને એકબીજાની જીંદગીનો ખાસ ભાગ છે.
અમૂ એક છોકરી છે પરંતુ અભિ અને પગલૂ ક્યારેય પણ તેની સાથે છોકરીઓ જેવેઓ વ્યવહાર નથી કરતાં પગલૂ તો તેને તેનો પ્રેમ મેળવવા માટે મદદ કરે છે.
અભિ અમીર છે અને જે છોકરી સાથે તે મળે છે તેના પ્રેમમાં પડી જાય છે. તેમની જીંદગીમાં એક વળાંક આવે છે જ્યારે તેઓ એકબીજાને પ્રેમ કરવા લાગી જાય છે.
દોસ્તોની હસી મજાક અને જીંદાદીલીથી ભરપુર છે ' દે તાલી '.