ઘટોત્કચ

P.R
નિર્માતા : સ્મિતા મારુ, વિનોદ સૂર્યદેવરા
નિર્દેશન-સંગીત : સિંગીતમ શ્રીનિવાસ રાવ
એનિમેશન ડાયરેક્ટર : ઓવેલ માયલા

'બાલ ગણેશ'ની સફળતા પછી શેમારુ ઈંટરટેનમેંટની નવી એનિમેશન ફિલ્મ રજૂ થવા તૈયાર છે. 15 કરોડના ખર્ચે બનેલી આ 100 મિનિટની ફિલ્મ આખા પરિવારનુ મનોરંજન કરશે. એવો નિર્માતાઓનો દાવો છે.

ભીમ અને હિડિમ્બાનો પુત્ર ઘટોત્કચ જેને સૌ પ્રેમથી ઘટ્ટૂ કહે છે, જંગલનો રાજકુમાર છે. તેને કેટલીય શક્તિઓ મળેલી છે. પોતાની જાદુઈ શક્તિઓ દ્વારા તે ખૂબ કમાલ બતાવે છે, સાથે સાથે નિ:સહાય લોકોની મદદ પણ કરે છે.

ગજ્જૂની દોસ્તી એક હાથીના બચ્ચા સાથે થાય છે. આ ફિલ્મ તે રાજકુમાર અને તેના મિત્ર હાથીની વાર્તા છે, જે જાદૂ અને મનોરંજનથી ભરપૂર છે. બંને મળીને ખરાબ શક્તિઓ વિરુધ્ધ લડે છે અને વિજય મેળવે છે.

આ ફિલ્મનુ નિર્દેશન સિંગીતમ શ્રીનિવાસ રાવે કર્યુ છે, જેમણે પોતાના 50 વર્ષના કેરિયરમાં 60થી વધુ ફિલ્મો બનાવી છે. બાળકોને માટે તેમને 'લિટિલ જોન', 'પોડવવાસ' અને 'સન ઓફ અલાદ્દીન' જેવી શ્રેષ્ઠ ફિલ્મોનુ નિર્માણ કર્યુ છે.

P.R
આ સિવાય 'પુષ્પક', 'અપ્પૂ રાજા' અને 'મયુરી' જેવી સુપરહિટ ફિલ્મો પણ તેમના નામ આગળ જોડાઈ છે. 'ઘટોત્કચ'ના વિશે એમનુ કહેવુ છે કે 'મેં આ ફિલ્મ બનાવતે વખતે ભરપૂર મજા કરી છે. આને બનાવવા માટે મેં બે વર્ષ સુધી કઠોર પરિશ્રમ કર્યો. ફિલ્મમાં આઠ ગીત અને ભરપૂર એક્શન છે. આ ફિલ્મ સમગ્ર પરિવારને પસંદ પડશે, એવો મારો વિશ્વાસ છે.'

આ ફિલ્મ હિન્દી, અંગ્રેજી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને બંગાળી ભાષાઓમાં રજૂ કરવામાં આવશે.