ગ્રેંડ મસ્તીની સ્ટોરી

બેનર : મારૂતિ ઈંટરનેશનલ
નિર્માતા : અશોક ઠાકરિયા, ઈન્દ્ર કુમાર
નિર્દેશક : ઈન્દ્ર કુમાર
સંગીત : આનદ રાજ આનંદ, સંજીવ દર્શન
કલાકાર : વિવેક ઓબેરોય, રિતેશ દેશમુખ, આફતાબ શિવદાસાની, મંજરી ફડણીસ, કરિશ્મા તન્ના, સોનાલી કુલકર્ણી, બ્રૂના અબ્દુલ્લા, મરયમ જકરિયા, કાયનાત અરોરા, સુરેશ મેનન.

રજૂઆત તારીખ : 13 સપ્ટેમ્બર 2013
P.R


મસ્તીની સીકવલ 'ગ્રેંડ મસ્તી'નામથી નવ વર્ષ પછી આવી રહી છે. મસ્તીમાં એડલ્ટ કોમેડીને બતાવી હતી, જેણે દર્શકોએ ખૂબ પસંદ કરી.

કોલેજના દિવસ જીવનમાં સૌથી વધુ મોજ-મસ્તી ભરેલા દિવસો માનવામાં આવે છે. એ સમયે ન કોઈ ચિંતા રહે છે ન તો ભય, દરેક સમયે 'મસ્તી' જ સુજે છે.

P.R


અમર (રિતેશ દેશમુખ) મીત (વિવેક ઓબેરોય) અને પ્રેમ (આફતાબ શિવદાસાની)ને કોલેજ છોડીને છ વર્ષ થઈ ગયા અને તેઓ આજે પણ એ દિવસોને યાદ કરતા રહે છે. કોલેજમાં તેમનો છેલ્લો દિવસ નવા પ્રિસિપલ રોબર્ટ ડિસૂઝાનો પ્રથમ દિવસ હતો. રોબર્ટ ડિસૂઝા ખૂબ જ કડક પ્રિંસિપલ છે.

P.R


કોલેજમાં એક કાર્યક્રમનુ આયોજન થાય છે અને જૂના વિદ્યાર્થીઓને પણ બોલવવામાં આવે છે. અમર, મીત અને પ્રેમને પણ જ્યારે નિમંત્રણ મળે છે તો તેઓ ખૂબ જ ખુશ થઈ જાય છે. તેઓ મોજ મસ્તીથી ભરેલા દિવસોને એકવાર ફરી જીવવા માંગે છે. પોતાની પત્નીઓને છોડીને તેઓ કોલેજમાં પહોંચી જાય છે.

P.R


ત્રણેયની ખુશી વધુ નથી ટકતી. રોબર્ટ ડિસૂઝા આગળ તેમનુ કશુ જ ચાલતુ નથી. અમર, મીત અને પ્રેમ એક આઈડિયા શોધે છે અને ત્યારબાદ શરૂ થાય છે મજેદાર ઘટનાઓનો ક્રમ.

વેબદુનિયા પર વાંચો