જોન(આશીષ ચૌધરી) સિંદ(અરશદ વારસી), અને અમિત (યશ ટોક) ખૂબ જ સારા મિત્રો છે. હંમેશા સાથે રહે છે અને જીંદગીનો પૂરો આનંદ ઉઠાવે છે. તેમની મસ્તીથી ભરેલ જીંદગીમાં ત્યારે વળાંક આવે છે જ્યારે શીતલ(ઉદીતા ગોસ્વામી) તેમની વચ્ચે આવી જાય છે.
શીતલને નજર જોનની મિલકત પર છે. તેથી તે જોનને પોતાના પ્રેમજાળમાં ફસાવે છે. સીધો સાદો જોન શીતલ સાથે પ્રેમ કરી બેસે છે. શીતલને ખબર છે કે જોન પોતાના મિત્રોને ખૂબ જ પ્રેમ કરે છે, તેથી એ તેમની મૈત્રીમાં દરાર નાખવાનુ કામ કરે છે.
સિદ અને અમિત ખૂબ જ જલ્દી શીતલના ખતરનાક ઈરાદોઓને સમજી જાય છે અને જોનને બચાવવા તેઓ 'સેવ જોન ઓપરેશન' નામનો પ્લાન બનાવે છે. શીતલ પણ તેમની યોજનાને અસફળ કરવાના પ્રયત્નોમાં લાગી જાય છે.
શુ જોનને તેના મિત્રો શીતલના જાળમાંથી બચાવી શકશે ? શુ શીતલ પોતાના મકસદમાં સફળ થશે ? આ જાણવા માટે જોવી પડશે 'કિસ સે પ્યાર કરુ' જેમા આ વાર્તા હાસ્યાસ્પદ રીતે બતાવવામાં આવી છે.