કિડનેપ

P.R
નિર્માતા : શ્રી અષ્ટવિનાયક સિને વિઝન લિમિટે
નિર્દેશક : સંજય ગાઢવી
ગીત : મયૂર પુરી
સંગીત : પ્રીતમ ચક્રવર્તી
કલાકાર : સંજય દત્ત, ઈમરાન ખાન, મિનિષા લાંબા, વિદ્યા માલવદે, રાહુલ દેવ, રીમા લાગૂ, સોફી ચૌધરી(વિશેષ ભૂમિકા)

સોનિયા(મિનિષા લાંબા) પોતાની માઁ(વિદ્યા માલવદે) અને પોતાની નાની સાથે રહે છે. એ જ્યારે દસ વર્ષની હતી ત્યારે તેના માતા-પિતા વચ્ચે છુટાછેડા થઈ ગયા હતા. એક દિવસ સોનિયાના 18માં જન્મદિવસના એક અઠવાડિયા પહેલા તેનુ અપહરણ થઈ જાય છે.

અપહરકર્તા કબીર (ઈમરાન ખાન)આ વિશે ફક્ત વિક્રાંત રૈના(સંજય દત્ત)ને વાત કરે છે. વિક્રાંત દુનિયાનો સૌથી શ્રીમંત ભારતીય છે અને ન્યૂયોર્કમાં રહે છે. પોતાની પુત્રીને બચાવવા માટે વિક્રાંત ભારત આવે છે.

P.R
વિક્રાંતને કબીર દ્વારા બતાવેલ થોડાક કામ કરવા પડે છે. દરેક કામના અંતમાં તેને એક સંકેત મળે છે. દરેક સંકેત દ્વારા તે પોતાની પુત્રીની નજીક પહોંચતો જાય છે.

શુ આ સંકેત તેની પુત્રીને બચાવવા માટે પૂરતા છે ?
પોતાની પુત્રીને બચાવવા માટે તેના પિતા ક્યાં સુધી આગળ વધી શકે છે ?
કબીરનો ઉદ્દેશ્ય શુ છે ?
જાણવા માટે જુઓ 'કિડનેપ'.