કાશ મેરે હોતે

IFM
નિર્માતા : શ્રવણ ફિલ્મ ઈંટરનેશનલ
નિર્દેશક - બી.એચ. તરુણ કુમાર
ગીતકાર -સમીર
સંગીતકાર : સંજીવ દર્શન
કલાકાર : કુમાર સાહિલ, સ્નેહા ઉલાલ, સના ખાન, રાજેશ કહ્ન્ના, જોની લીવર

'કાશ મેરે હોતે' એક મ્યુઝિકલ થ્રિલર ફિલ્મ છે. જેમા ટીન એજ આકર્ષણ અને એક તરફો પ્રેમને બતાવ્યો છે. વાર્તા છે કૃષ કપૂર(કુમાર સાહિલ)ની, જે ફેશન ફોટોગ્રાફર છે. કૃષ પરણેલો છે અને પોતાની પત્ની રાધિકા(સ્નેહા ઉલ્લાલ)ની સાથે ખૂબ જ ખુશ છે. રાધિકા એક ડિપાર્ટમેંટલ સ્ટોરમાં કામ કરે છે.

IFM
કૃષને એક પત્રિકા માટે ફોટો શૂટનુ કામ મળે છે. જેને માટે તે મોરિશિયસ જાય છે. તેને ત્યાં થોડા મહિના રોકાવવું પડે છે. તેથી તે કર્નલ ખન્ના (રાજેશ ખન્ના)નો બંગલો ભાડેથી લે છે.

કોલેજમાં ભણનારી પિયા(સના ખાન) કૃષને જુએ છે અને તેની દીવાની થઈ જાય છે. તે કૃષનુ ધ્યાન આકર્ષિત કરવાના બધા પ્રયાસો કરે છે. કોલેજમા પોતાના મિત્રોને તે પોતાની અને કૃષની પ્રેમ સ્ટોરી બતાવે છે.

કૃષના ના પાડવા છતાં પિયા તેનો પીછો નથી છોડતી. તેને સપનામાં પણ કૃષ જ દેખાય છે. કૃષ તેને બતાવે પણ છે કે તે પરણેલો છે. પિયા નિર્ણય કરે છે કે જે કોઈ પણ તેના અને કૃષની વચ્ચે આવશે તેને તે મારી નાખશે.

IFM
અચાનક શહેરમાં અનેક હત્યાઓ થાય છે. આ બાબતનો નિકાલ લાવવાની જવાબદારી આઈ.જી ડાંડા(જોની લીવર)ને સોંપવામાં આવે છે. આ એક ઘણું જ કોમેડી પાત્ર છે. બીજી બાજુ કૃષને પામવા પિયા મેલી વિદ્યાનો પણ પ્રયોગ કરે છે.

શુ પિયા પોતાના મક્સદમાં સફળ થશે, જાણવા માટે જુઓ કાશ આપ મેરે હોતે.